________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૫
છાણ વિણવા દે. રાજાએ વિચાર કર્યો કે, રાજ મહેલમાં કે આનંદ છે તેની, આ અજ્ઞાની બાળાને શી ખબર પડે?
જરૂર આવી જંજાલમાં પ્રીતિવાળા પ્રાણીઓને રાજમહેલના આનંદને ખ્યાલ આવતું નથી. તેથી કચ્છમાં ને કષ્ટમાં જીવન વિતાવે છે.” આ નૃપતિ અનિચ્છાએ તેને પિતાના રાજમહેલે લઈ ગયે.” મહારાણીને ઉપકારની વાત કહી. તેથી રાણીએ દીકરી તરીકે રાખી. નવરાવી, સુંદર વસ્ત્રાભૂષણે પહેરાવવા પૂર્વક મનહર મિષ્ટાન જમાડે છે. અને ઘણું સાર સંભાળ રાખે છે. પણ આ ઢંઢની છોકરીને અહિં પસંદ. પડતું નથી. છેવટે ઢોકળા બનાવીને જમાડી ખુશી ખુશી કરી. ત્યારે તેણીને આનંદ પડવા લાગ્યું. રાજા રાણુને અફસોસ થાય છે કે, સુંદરઉમદા ભેજનને ત્યાગ કરી આ કુકશાના ઢોકળામાં રાજી થાય છે. કેવી અજ્ઞાનતા ? આ મુજબ મનહર અને સત્ય સુખને અર્પણ કરનાર પ્રભુ ભજનનો અને જ્ઞાનામૃતને ત્યાગ કરી મેહઘેલા. માનવીએ તુચ્છ દુનિયાદારીમાં પ્રેમ રાખી ખુશી થાય છે. અને આવી સંસારની સ્થિતિ હોવાથી સત્ય સુખની અભિલાષા ક્યાંથી પ્રાપ્ત થાય ! ઝાંઝવાના નીરમાં સત્યજલ ક્યાંથી મળે ? ઝાંઝવાના નીરમાં સત્યજલ માનવું તે જ અસત્ય છે. ભ્રમણાના વેગે, મિથ્યાત્વના ગે, આવી દુનિયાદારીમાં મનુષ્ય મુગ્ધ બને છે. પણ તેઓને માલુમ પડતી નથી કે, સાંસારિક સુખમાં મહાલતા અને પ્રીતિ રાખતાં કાળ પાછળ લાગી રહ્યો છે. તે ક્યારે ઝડપી લેશે ! તેમજ
For Private And Personal Use Only