________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
ચઢવાના સાધનો બુડવાના બનશે. કારણ કે, આ જંજાલ જુઠી છે. અસત્ય છે. ફસાવનારી છે. આત્મિક ગુણેમાં રમણતા કરતાં વિવિધ વિને ઉત્પન્ન કરનારી છે. માટે કહેવત છે કે, “હેરની છોકરી કરી રાજી” આવી કથનીને સાર્થક કરે નહિ.
એક રાજાની પાસે અશ્વના વેપારીઓ પંચકલ્યાણ અશ્વ, ઘેડ, ભેટ તરીકે મૂક્યો. અને તેના વેગની તથા ગુણની પ્રશંસા કરી. રાજાએ લાખ રૂપૈયા આપી તે વેપારીને ખુશ કર્યો. હવે અશ્વનો વેગ જાણવા માટે તેના ઉપર આરૂઢ થઈ સહેલ માટે નીકળતા ભયંકર અટવીમાં આવ્યો. લગામને જેમ ખેંચે તેમ અધિક વેગમાં આવી તે ઘેડ દોડે છે. છેવટે કંટાળી રાજાએ લગામ મૂકી દીધી. અશ્વ ઉભો રહ્યો. પરંતુ સૂર્યના પ્રખર તાપથી રાજા તૃષાતુર બન્ય. પાણી ન મળવાથી મૂચ્છગત બની, આ જંગલમાં પૃથ્વી ઉપર ઢળી પડ્યો. એવામાં એક ઢંઢની કરી ત્યાં છાણાં વિણવા આવી છે. તેણીએ આવી દશાવાળા રાજાને દેખે. અને પિતાની પાસે બતકમાંથી પાણી પાયું. અને મૂચ્છ દૂર ગઈ રાજાને ચેતન આવ્યું. ત્યારે છોકરીને કહ્યું કે, જે તે પાણી પાયું ન હતું તે મારા પ્રાણ નાશ પામત. પાણી પાવાથી તું મારી પ્રાણદાતા બની. માટે ચાલ મારી સાથે. મારી પુત્રી તરીકે રાખી તને સુખી બનાવીશ. છાણ, ઇંધણ વિણવાનું કષ્ટ રહેશે નહિ. તેણીએ કહ્યું કે, મારે આવવું નથી. છાણાં, ઇંધણ ત્યાં વિણાય નહિ. મને આ જંગલમાં
For Private And Personal Use Only