________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
નિદ્રાવશ બને છે ત્યારે જ કરે છે. તેથી પુત્ર પરિવાર વિગેરેને ખબર પડતી નથી. તથા ચરૂથી ભરેલ અને ખાડામાં ઉતારેલ સોનામહોરની મમતાના ગે, તેના ઉપર પલંગને સ્થાપન કરી સૂઈ જાય છે. અને મનમાં માને છે કે, જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તેની વ્યવસ્થા કરીશ. આ શેઠે તે વાડી, ગાડી વિગેરેમાં આબરૂ વધારવા લાખ ખરચ્યા હશે. તે પણ મરણ પાસે આવ્યું. તેથી આત્મકલ્યાણ સધાયું નહિ. પરોપકારાદિકમાં પૈસા ખરચાયા નહિ. અને ઓચિંતુ પરલેકે જવું પડ્યું. કાયા બળીને ખાખ થઈ. આવા શ્રીમંતે, શુભ સંસ્કારે ક્યાંથી લઈ જાય? સાથે લઈ ગએલ અશુભ સંસ્કારોના વેગે, દુઃખ, વિપત્તિઓ ઉપસ્થિત થાય તેમાં દેષ કેને? પિતાને જ. આ દુનિયાદારી બાજીગરની બાજી જેવી છે. ભલભલા અજ્ઞાનતાના યોગે ભૂલા પડી સર્વસ્વ, સ્વહિત ગુમાવી, આ લેકમાં અને પરલોકમાં હેરાન, પરેશાન થાય છે. સમ્યગ જ્ઞાની સદ્દગુરૂ કહે છે કે, બે ઘડી મનને સ્થિર કરવા પૂર્વક સર્વ આકાંક્ષાને ત્યાગ કરી આત્માના ગુણોમાં લીનતા, એકતા કરે. ત્યારે આત્માનાં ગુણેમાં રમણતા વડે કે આનંદ આવશે તેને ખ્યાલ આવશે. આ સિવાય વાડી, ગાડી અને લાડીમાં જે તમને આનંદ આવે છે. તે વિકારી છે. અને વિકારી આનંદને ખસતા વિલંબ થતું નથી. જ્યારે તે આનંદ ખસી જશે. ત્યારે અફસોસને પાર રહેશે નહિ. માટે જંજાળમાં ફસાવનારી દુનિયાદારીમાં આસક્ત બને નહિ. જે બનશે તે તમારી આગળ રહેલા.
For Private And Personal Use Only