________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
પ્રકારે જીવન પુરૂ કરે તે, કીડા સમાન કહેવાય. મનુષ્ય તરીકે જીવન જીવવું હોય તે, માણસાઈ લાવવા સાથે પ્રભુના ગુણમાં દષ્ટિ લગાવે. તેમના ગુણોનું સદા મરણ કરે. સંસારની આંટીઘૂંટીથી અલગ રહો. તેથી જ કરેલ
વ્યવહાર, સંસારની માયામમતા વિગેરેમાં શંખની માફક નિર્લેપ રાખશે. શંખ, પંચવર્ણી માટીના આધારે મોટે થાય છે. છતાં નિર્લેપ રહી ઉજવલ બને છે. ત્યારે જ તેની મહત્તા, પ્રશંસા થાય છે. અને તેની ઉપમા અપાય છે. જેઓ દુનિયાદારીમાં ફસાઈ પડે છે. તેને ભાવ કઈ પુછતું નથી. જ્ઞાનીઓ તેઓને માણસાઈ વિનાના પણ માને છે. સંસારમાં સારા કહેવરાવવા ખાતર, તેમજ મહત્તા મેળવવા માટે વાડી, બાગ, બગીચામાં તથા ગાડી, લાડીમાં લાખો, કરડે ખરચાય છે તેથી સાચી મહત્તા સમ્યગ જ્ઞાનીઓ માનતા નથી. આવી મહત્તાને, પાદ ખસતા વાર લાગતી નથી. તે વેળાએ મહત્તાને, બદલે મેતના ભણકારા વાગે છે. ચારે બાજુએથી ભય આવીને ઉપસ્થિત થાય છે. કારણ કે જીનેશ્વરના ગુણને ગાઈને માનસિક વૃત્તિને સ્થિર કરી નથી. સહન કરવાની શક્તિ મેળવી નથી. જે પ્રભુના ગુણોમાં ગુલ્તાન બની, ગુમાનનો ત્યાગ કરી પ્રાપ્ત કરેલ ધનનો સદુપયોગ કર્યો હોત તે, એવી અવસ્થામાં પણ આનંદ થાત. અધિક સ્વધર્મે, આત્મધર્મે સ્થિરતા થાત. “દુઃખદાયી અવસ્થામાં, વિપત્તિના વખતમાં, નિર્ભયતા અગર સહનતા ધારણ કરવી તે સાચી મહત્તા છે.” આવી
For Private And Personal Use Only