________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭,
પડ્યો છે. અને આચરણ પણ બગલાની માફક કરે છે. મારા સન્મુખ તે જે? તને માલુમ પડશે કે, આ ટેળાથી મારી જાતિ, જ્ઞાતિ અને વર્તન જુદા છે ઘણીવાર કહેવાથી તેણે હંસ સામે જોયું. તેથી બ્રાન્તિ દૂર થઈ ગઈ અને સમજણ પડી કે, હું બગલે નથી. પણ હંસ છું. મારે આ ટેળામાં હવે રહેવું જોઈએ નહિ. બગલાઓએ ઘણી રીતે પિતાના સમુહમાં રાખવા ખાતર સમજાવ્યું. પણ સત્ય સમજણના ગે, તેમાંથી ખસી, સત્ય હંસની સાથે લહેર કરવા લાગે. અને મોતીને ચારે ચરી પિતાના આત્માને પવિત્ર કર્યો. અરે ભાગ્યશાલીઓ બગલાના ટોળા જેવી દુનિયાદારી છે. અને હંસ જેવો તમારે પિતાને આત્મા છે. પરંતુ તે આત્મા, અજ્ઞાનતાના ગે દુનિયાદારીમાં ફસાઈ પડ્યો છે. તેમજ સુકમળ કાયા મળી છે. સંતાપ, પરિતાપ, વલે પાતાદિકથી આ કાયા ક્યારે બગડી જશે તે કહી શકાય નહિ. માટે તે બગડી જાય નહિ તે પહેલાં, દુનિયાદારીની આસક્તિને ત્યાગ કરી, પરમહંસ, પરમાત્માની વાણીને હૈયામાં ધારણ કરી, હંસ એવા આત્મામાં લગની લગાડે. હંસ એવા આત્માને ઓળખ્યા વિના સંસારની માયાજાળમાં ફસાઈ, ભલભલા, રાજા, મહારાજા, શ્રીમત, સત્તાધારીઓ, હાથ ઘસતા ચાલ્યા ગયા. તો પછી પામરને શો ભાર છે કે, માયામમતાથી મુક્ત બની, આત્માને ઓળખી, સ્વકલ્યાણ સાધી શકે? સાધી શકે જ નહિ. પામર કોને કહેવાય કે, જે દુનિયાદારીમાં ફસાઈ પડ્યા છે. અને જેણે પિતાનું
For Private And Personal Use Only