________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
વાગતાં પણ ગબડી પડાય. જે અકસ્માત્ થાય તે પ્રાણ નષ્ટ થાય. તથા રે આવતાં ઘણું પીડાઓ ઉપજે. એટલે સુકમળ કેળ જેવી કાયાને બગડતા, નાશ પામતા વિલંબ લાગતો નથી. માટે જ્યાં સુધી કાયા બગડે નહિ ત્યાં સુધી શુભ વ્યવહારના વેગે, આત્માનું હિત કલ્યાણ કરવા જીનેશ્વરની આજ્ઞાની રીતસર આરાધના કરી સેવાભક્તિ, ભજન, કિર્તન કરી લે, કે, જેથી સારા સંસ્કારને વાસ થાય. અને તેને ગે બુદ્ધિ, સદ્વિચાર અને સદ્વિવેક પ્રાપ્ત થાય. આ મુજબ સદ્વિવેક આવતાં આત્મધન, આત્મિક ગુણેની ઓળખાણ થતાં, દુનિયાદારીમાં ફસાવાનું થશે નહિ. કાયા, માયા ઉપર મમતા રહેશે નહિ. સત્ય સમજણના યોગે બલ ફેરવવાથી અનુક્રમે અનંતરાત્મા બની પરમપદમાં સ્થાપન થવાશે.
એક હંસના બચ્ચાની માફક–બગલાના સમુહમાં એક હંસનું બચ્ચું આવી ગએલ હોવાથી, ભ્રમિત બની, તે બગલાની માફક આચરણ કરવા લાગ્યું. પિતાની જાતનું અને પિતાના સ્થાનનું તેને ભાન રહ્યું નહિ. તેથી પિતાને બગલું માનવા લાગ્યું. એવામાં પરિભ્રમણ કરતા એક હંસ, બગલાની સાથે રહેલા પિતાની જાતને હંસને દેખી કહેવા લાગ્યું કે, અરે આ બગલાના ટેળામાં રહેલ હંસ? તારી જાતિ, સ્થાન અને આચરણ જુદા પ્રકારના હોવા જોઈએ. તેના બદલે બગલાની માફક વર્તન કરે છે. તેથી મને અચંબે થાય છે. તું ક્યાંથી આવીને આવા ટેળામાં ભરાઈ
For Private And Personal Use Only