________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭
નથી. સાંભળ? પેલે દુરાચારી જે મહાલી રહ્યો છે. તે પૂર્વ ભવના પુણ્યના ઉદયે જ, પુણ્યને નાશ થતા તેના કેવા હાલહવાલ થાય છે. તે તું જોજે. અને તું જે હાલમાં સીદાય છે. તે પહેલા ભવના કર્મોના ઉદયથી જ. હવે તે કર્મો હટાવવા ધાર્મિક ક્રિયા કરે છે. તેથી જરૂર તે કર્મો દૂર ખસવાના. માટે ચિન્તા કર નહિ. અને સદાચારમાં, ધાર્મિક ક્રિયાઓમાં શંકાને દૂર કરીને દૃઢ સ્થિરતા ધારણ કર. પાપોદય ખસતાં સર્વે સંકટ દૂર જશે. સુખશાંતિ
સ્વયમેવ હાજર થશે. આ મુજબ સાંભળી આનંદ પૂર્વક પિતાને સ્થલે જાય છે. તેવામાં પિલા નિસ્પૃહી અને પ્રવીણ સુભટેએ પેલા દુરાચારીને પકડે. કરેલા ગુન્હાઓ સાબીત થયા. અને સખ્ત કેદની શિક્ષા થઈ. તે શિક્ષા એવી થઈ કે, જીવનપર્યત ચોરી કરવાની ખેડ ભૂલી ગયે. આ અનાચારી, પ્રથમથી સદાચારી હતી કે, તેને આ, જે સખ્ત કેદની શિક્ષા થઈ તે ક્યાંથી થાત? થાત નહિ. પિલા ધર્માન ત્માને તે ધર્મકિયાના ગે, શક, સંતાપ વિગેરે ટળી ગયા. અને તેણે સુખશાતા પૂર્વક જીવન પસાર કર્યું. તે માટે સબુરૂ ઉપદેશ આપે છે કે, અરે ભાગ્યશાલીઓ! દુઃખદાયી દુનિયાદારીને, સાચી માની તેમાં ફસાઈ પડવું નહિ. જે કાયા મળી છે તે સુકમળ કેળ જેવી મળી છે. તેને બગડતા વાર લાગતી નથી. દુનિયાદારીમાં આસક્ત બનેલની ક્યારે કાયા બગડી જશે! કયારે વ્યાધિ, વિડંબનાઓ હાજર થશે? તે કહી શકાય નહિ સહજ ઠેકર
For Private And Personal Use Only