________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩
જરૂર જાવું એકલુ ભાઇ, કાઇ ન આવે સાથ રે, બુદ્ધિસાગર કરૂણાસાગર, ગુરૂના ઝાલા હાથ રે. ભજન ||
સદ્ગુરૂ ફરમાવે છે કે, દુનિયાદારી દુઃખની કચારી છે. કરેલી કયારીમાં પાણી ભરવા પૂર્વક ખીજ વાવવાથી વેલડીએ ઉગે છે. જો તે કથારીમાં વિષના ખીજ વાવશે તે મધુરાં ફલ મેળવી શકશે! નહિ. વિષના બીજ વિષજ ઉત્પન્ન કરશે. તે ઉત્પન્ન થએલ વિષ ફલને મધુર માની આરેાગશે તા, વિવિધ રાગે આવી તમને ઘેરી લેશે. પછી તેઓને દૂર કરવાના ઉપાર કરશે તે પણ તેને ખસેડવા દુષ્કર બનશે. અને અનેક પ્રકારની પીડા, વિપત્તિ આવી હાજર થશે. તેથી તે દુ:ખની કચારીમાં વિષય કષાયના ખીજ વાવતા નહિ. પણ પ્રભુ ભજનરૂપી ખીજને વાવો. કે, જેથી તે દુનિયાદારી દુઃખની કચારી અને નહિ. અન્યથા તેજ દુઃખની કચારી બને છે. પ્રભુ સાથે સગાઈ કરી નહિ, તેમના ગુણામાં શ્રદ્ધા સહિત લીનતા લગાડી નહિ. અને દુનિયાના એક ભવના સગાંવહાલાં માટે કાવાદાવા કરી પ્રાણીઓને પીડા ઉપજાવી. અને અનેક પાપારભા કર્યાં. તે પણ તમેાને જે સુખશાંતિની ઈચ્છા હશે તે મળવી કયાંથી શક્તિમાન બને ? નહિ જ. માટે પ્રથમ તો તમારી પાસે જે દુઃખા આવીને વળગ્યા છે. તેને દૂર કરવા કાશીશ કરવી જોઈએ. પ્રભુના ભજન, કીર્તન અને આજ્ઞાના પાલનમાં તે દુઃખ, વિપત્તિ
૧૮
For Private And Personal Use Only