________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરંભમાં પડવાથી પિતાના શરીરનો પણ ખ્યાલ રહ્યો નહિ. વ્યાધિઓ હાજર થઈ. રૂપિયાને વ્યય કરી દવા તે ઘણી કરી. પણ વ્યાધિઓ ટળી નહિ. કયાંથી ટળે? દવા કરે પણ વિષયવિલાસને ત્યાગ કરે નહિ, તે પછી દવાઓની અસર કયાંથી થાય! વૈદ્યોએ કહ્યું કે, દવા ચાલે ત્યાં સુધી રસની લેલુપતાને ત્યાગ કરશે ત્યારે જ, વ્યાધિઓ દૂર ખસશે. પરેજી પાલશે તે આરામ થશે. પણ આ શ્રીમાન શેને માને? અને કહેવા લાગ્યું કે, વિષયવિલાસ ભગવાય અને વ્યાધિઓ દૂર જાય એવી દવા આપો. વૈદ્યોએ કહ્યું કે, એવી દવા અમારી પાસે નથી. અંતે ધનની બરબાદી સાથે શરીરની બરબાદી વ્યાધિઓએ કરી. હવે વિલાસ કરવાની પણ તાકાત રહી નહિ. શરીર નિરોગી હોય તે જ તેવા વિલાસે ભેગવાય છે. અન્યથા એવા વિલાસો, શારીરિક શક્તિને નાશ કરે છે. તેથી ધર્મકરણી તે ક્યાંથી બને ? એટલે ચિન્તા, વલોપાત વિગેરે ખસે નહિ. જ્યારે શરીરની શક્તિ તદ્દન ઓછી થઈ ત્યારે આ શ્રીમાન શેઠ ચેત્યા. અને પરિતાપ કરવા લાગ્યા કે, વધેનું તથા મહાવૈદ્ય એવા ગુરૂદેવેનું વચન માન્યું નહિ. ધન મેળવવા ખાતર, કેટલાક વેપારીઓને નુકશાનીમાં નાંખ્યા. નાત, જાતને નડવામાં ખામી રાખી નહિ. ધન તે કપટ, પ્રપંચ વિગેરેને કરવા પૂર્વક ભેગુ કર્યું. પણ શેક, સંતાપ, તથા વ્યાધિઓ દૂર ખસી નહિ. માટે હવે ગુરૂદેવને ઉપદેશ માની વિલાસને ત્યાગ કરી ધનને સાત ક્ષેત્રમાં
For Private And Personal Use Only