________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
વધારે નહિ. પણ તેને સાધનો માની પવિત્ર બને. અને ચેતીને વિચારે કે; આ સઘળા સાધને અંતે પડ્યા રહેશે. અને જે પુણ્યપાપ કર્યો હશે તે જ સાથે આવશે. અને તેના વેગે સુખ, દુઃખ હાજર થશે. દુઃખ તે વહાલું નથી. તો પછી સુખ માટે કેમ વિચાર અને વિવેક કરતા નથી ! પ્રાપ્ત થએલ સાધના નશામાં પરોપકાર કરવાનું, સહારે આપવાનું ભૂલી, નાત, જાતને નડે છે; વિવિધ વિદને ઉભા કરી શા માટે નુકશાનીમાં ઉતારે છે ! સુવા માટે ત્રણ, ચાર હાથની જમીન તમારા ખપમાં આવવાની છે. પેટ ભરવા માટે શેર, સવાશેર ભેજન છે; જે વધારે ખાશે તે વ્યાધિ હાજર થશે. વિલાસમાં અધિક મહાલશો તે, શરીરની તાકાત પણ ઓછી થશે. માટે જાગ્રત થઈને અપકારીનું પણ ભલું કરે. હૈયામાં રેશ રાખે નહિ. શકય તેટલું સાત ક્ષેત્રનું પિષણ કરવા પ્રયાસ કરે. પ્રાણીઓનું ભલું કર્યું હશે તે જ તમારૂ ભલું થશે. નહિતર તે ભેગા કરેલા સાધને તમને દુઃખજનક થશે.
એક ધનાઢ્યની માફક–વિવિધ ધંધા કરીને એક ધનાઢયે ધન તે મેળવ્યું. પણ કઈ તેની પાછળ સારું બોલતું નથી. કારણ કે ધનના જેરમાં બહારગામથી જે જે માલ આવે તે ખરીદી લઈને ભાવ વધારી, તે કમાણી કરતા હતો. બીજા વેપારીઓના હાથમાં તે માલ આવતે નહિ. તેથી રીતસર કમાણું નહિ થતી હોવાથી તેઓ કંટાળી ગયા. એટલામાં ધનાદિકના આધારે વિલાસે કરવાથી તથા રસ
For Private And Personal Use Only