________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
તે તેની અજ્ઞાનતા છે. મરણ પછી કર્મોના આધારે જેણે જેવું આયુષ્ય આંધ્યું હોય તે તેવી ગતિમાં જાય છે. ફાઈ મનુષ્યભવ પામે. કાઈ પશુપખીના અવતારને પામે, અને ધર્માંની આરાધના જેણે કરી હોય તે સ્વર્ગે જાય. માટે એવી કરણી કરેા કે, નીચ ગતિમાં પડવું પડે નહિ, રૂપ, રમા, અને રામામાં જે આસક્ત બન્યા છે. તેએને સદ્ગતિ કયાંથી પ્રાપ્ત થાય ! એવા પણ કેટલાક ઘારમાં દટાયા છે. જેઓના નામની કોઈ યાદિ પણ કરતું નથી. કદાચ કોઇના સુખે તેના નામે સાંભળવામાં આવે તે કંપારી ઉત્પન્ન થાય. તથા માથે પાઘડી ઘાલી, દેશદેશ આશા, તૃષ્ણાના મેગે પરિભ્રમણ કરનારા પણ મસાણે ખાલી હાથે ગયા. જો સાથે લઈ ગયા હાય તે, અત્રે પડી રહેલ છે. તે પડી રહે નહિ. તથા પેાતાની મેાટી મહત્તા બતાવવા ખાતર, જેઆ નાતને તથા જાતને નડે છે. પીડાઓ ઉત્પન્ન કરે છે. તેઓને હેરાનપરેશાન કરે છે. તેઓની પણ પાક પડે છે. કેઇ સારૂં ખેલતું નથી. તેઓના બધીએ કહે છે કે, સારૂં થયું. અહિંથી કાશ ટળી. વેપારમાં, વ્યવહારિક કાર્યોમાં, અનેક પ્રકારે વિધ્ના ઉપસ્થિત કરી અમેને આગળ વધવા દીધા નહિ. પેાતાની મોટાઈના તારમાં પેાતાની જાતનુ પણ ભલું કર્યું નહિ. જેમ તેમ અન્યાય કરવા પૂર્વક પેટ પટારા ભગે. તેથી તેની પાછળ તેના સંબધીએ પણ પાક પાડે છે. માટે અરે ભાઇએ ? સદ્ગુરૂ કહે છે કે, પુણ્યદયે, રૂપ, રમા, રામા મળી છે. તેના યેાગે પાપને
For Private And Personal Use Only