________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
દેવી આવીને તમને પાછા લઈ જવા ખાતર આજીજીપૂર્વક કાલાવાલા કરે કે હાવભાવ દેખાડે. ત્યારે તેના સામું તમારે જેવું નહિ. અને માનસિક વૃત્તિને સ્થિર કરી નવકારમંત્ર ગણ. તેના ચાળા ચટકામાં અને લટકા, મટકામાં મુખ્ય બન્યા તે સમુદ્રમાં ફગાવી દઈશ. જ્યારે મારી પીઠ ઉપરથી દરિયામાં પડશો ત્યારે પેલી દેવી ત્રિશુલ દ્વારા તમને વિંધી નાંખી મારી નાંખશે. તેઓએ કહ્યું કે, અમે તેણીના સન્મુખ પણ જોઈશું નહિ. અને મોહને ધારણ કરીશું નહિ. યક્ષરાજ પિતાની પીઠ પર તે બેને બેસાડી મધ્યદરિયે આવે છે. તેટલામાં તે દેવીને ખબર પડી કે અત્રેથી યક્ષરાજને સહારો લઈ બને ભાઈઓ નાઠા છે. તેથી મધ્યદરિયે આવી, તે બે બંધુઓની સન્મુખ આવી, કાલાવાલા કરવા પૂર્વક કરગરવા લાગી. અરે વહાલાઓ મને મુકી તમે શા માટે ચાલ્યા જાઓ છે ! મારા સામું તે જુએ? ઘણા દિવસની પ્રીતિ છે. તેને નિબુર બની કયાં ત્યાગ કરી છે. બસ ? ઈત્યાદિ આજીજી કરવા લાગી. તેવામાં જનરક્ષિતે તેના સન્મુખ જોયું. અને લટકા, ચટકા અને મટકોમાં મુગ્ધ બન્યા. ભવિષ્યમાં તે દેવી દશા કરશે તેનું ભાન ભૂલ્યા. મનવૃત્તિને સ્થિર રાખી શક્યો નહિ. તેથી યક્ષરાજે તેની તેવી ચેષ્ટાને જાણે પીઠ પરથી દરિયામાં ફગાવી દીધો. દરિયામાં પડતા તેને દુષ્ટ દેવીએ ત્રિશુલથી વિંધી મારી નાંખે. અને જીનપાલે તેણીના સામું પણ જોયું નહિ. અને કાલાવાલા કરતી તેણીના વચને ઉપર લક્ષ દીધું નહિ.
For Private And Personal Use Only