________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
દિશા તરફ જવાની અધિક ઇચ્છા થઈ. શા માટે તેણીએ દક્ષિણ દિશા તરફ જવાની મનાઈ કરી હશે ? આમ વિચારી તે તે દિશા તરફ ગયા. અને કુવામાં પડેલા, અને પે!કારા પાડતા એક માણસને દેખીને પુછ્યું. કેમ ભાઈ ? આ કુવામાં પડી પેાકારો પાડે છે. તે કુવામાં પડેલ ભાઇએ કહ્યું કે, તે દેવીએ સહજ અપરાધ થવાથી મને કુવામાં નાખી ત્રિશુલથી વિંધી નાંખ્યો છે. હું પણ તમારી માફક દરિયાની મુસાફરી કરતાં, નૌકા ખરાબે ચઢી જતાં, હિં આવ્યો છું. સઘળા માલ દરિયામાં ગયેા. એક પાટીયાના આધારે કીનારે આવ્યો. પેલી દેવીએ મને ભુવનમાં રાખ્યા. અને મારી સાથે વિલાસ કરવા લાગી, ઘેાડી ભૂલ થતાં મારી આવી દશા કરી છે. માટે સાવધાની રાખો. નહિતર મારા જેવી અવસ્થા થશે. આ મુજબ સાંભળી એ ભાઇએ ને ઘણા ભય થયા. અને વિચાર કરવા લાગ્યા કે, તેણીની આજ્ઞાને એળંગી આપણે અહિં આવ્યા છીએ. જો તેને ખબર પડશે તે આપણી પણ આ દશા કરશે. આમ વિચારી કુવામાં પડેલાને પુછે છે કે, અહિંથી બચવાના કાઈ ઉપાય છે! હા, ઉપાય છે. સાંભળેા. ઈશાન ખુણામાં રહેલ યક્ષરાજ રવિવારે ઉદ્ઘાષણા કરે છે કે, કોઇને અત્રેથી ખાર, ઇષ્ટ ગામે જવું છે. તમે તમારા ઇષ્ટ ગામે જવા માટે તેને કહેશે તે તે વિલંબ કરશે નહિ. માટે તે જગ્યાએ જાએ. તેઓ મને ત્યાં જઈ યક્ષરાજને કહેવા લાગ્યા કે, અમેને ઇષ્ટ સ્થલે પહાંચાડે. યક્ષરાજે કહ્યું કે, એક શરતે તમેને લઈ જઉં. કે જ્યારે પેલી
For Private And Personal Use Only