________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
બીજોરાની વાત મુકી દે, પ્રજાજનોને મરણના જોખમમાં નાંખી સ્વાદ લેવો તે નૃપતિનું કર્તવ્ય નથી. પણ સ્વાદમાં આસક્ત બનેલ તે રાજા શેનો માને? બસ, મારી આજ્ઞા માની નગરમાંથી એક જણ હંમેશા તે ફળ લેવા જાય અને બરૂ નદીમાં નાખે. પછી અમો મંગાવી લઈશું. રાજાને
અતિ કાગ્રહ હોવાથી પ્રજાજનેએ ચીઠ્ઠી લખી એક ભાજનમાં નાંખી. જેનું નામ આવે તે લેવા જાય. આ મુજબ પ્રજાજને એ નિર્ણય કર્યા બાદ, એક માણસ કે જેના નામની ચીઠ્ઠી નીકળેલ છે તે લેવા જાય છે. વાડીમાંથી એક બીજેરૂ લઈ નદીમાં નાંખે છે. તે જ વેળાએ ક્ષય તેને મારી નાખે છે. રાજા સેવક દ્વારા નદીમાંથી તેને મંગાવી, ખાઈને ખુશી થાય છે. “સત્તાધારી, નિર્દય, રાજા વિગેરેને ભાન હોતું નથી કે, પ્રજાના, માણસના ભાગે પેટ ભરવું તે પાપ છે. તેથી પુણ્ય માર્ગ ક્યાંથી સુઝે? સુઝે નહિ. આ મુજબ એક માણસના ગે રાજા પાપી પેટ ભરી ખુશી થાય છે. આ મુજબ ચાલતાં એક વ્રતધારીની ચીઠ્ઠી નીકળી. તે જવા તૈયાર થયો. તેણે તેની આરાધના કરી આત્મવિકાસ સાધેલ હોવાથી નિર્ભય બની, પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવા પૂર્વક સર્વ જીવોને ખમવી, મોટા વરે નવકાર ગણતા ગણતા વાડીમાં પ્રવેશ કર્યો. યક્ષે તે નવકાર મંત્ર સાંભળી, વિચાર કરતાં પ્રથમ ભવની યાદિ આવી. તેથી તે પસ્તાવો કરવા લાગ્યો કે, પ્રથમ ભાવમાં સંયમની રીતસર આરાધના કરી નહિ. મેહ મમતામાં મસ્તાન બન્યું. તેથી યક્ષનો ભવ
For Private And Personal Use Only