________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૧
વિટી પણ સાથે લઈ ગયા? પુનઃ ગુરૂદેવ કહે છે કે, દુન્યવી સાધન સામગ્રી અનુકુલ મળેલ હોય છે. ત્યારે પાપ ભીરુતાને તેમજ ભવભરૂતાનો ત્યાગ કરી, ગમે ત્યાં ગમન કરી કુલણ બનવા પૂર્વક સુખ ખાતર ફફા મારે છે. કોઈની હિત શીખામણ માનતો નથી. અને ભેગ ઉપભેગના વિલાસામાં મસ્તાન બનેલ છે. પણ ક્યારે ખાતાં ખાતાં અને રસવતીના સ્વાદમાં ભરેલ ભાણું પડતું રહે છે. અને રહેશે. તેની ખબર પડશે નહિ. અણચિન્ત કાળ, કેળ કરી જશે. માટે મસ્તાના થઈને મહાલે નહિ. તમારા જેવા વિલાસ કરતા લાખો, કરે, હર્ષઘેલાએ, જમતાં જમતાં, હસતાં હસતાં, તાળી દેતાં મરણ પામ્યા છે અને પામશે.
એક ધનાઢ્યને પુત્ર થયા પછી ચિન્તા વધી. તેથી સાધન સંપન્ન હોતે છતે પણ અધિક ધનની આશાએ લાખો રૂપિયાનું કરી આણું વહાલા ઝીઝમાં ભરી દરિયા માર્ગે ગમન કરી રહેલ છે. મનમાં હર્ષનો પાર નથી. ઘણુ કમાણી કરીને આવીશ તે પત્ની, પુત્રાદિક, સુખશાંતિમાં દિવસે ગુજરશે. અને ચિન્તા જેવું કાંઈ રહેશે નહિ અમે પણ સારી રીતે પ્રસિદ્ધ બનીશું. દરેક સમુદાય મારી સલાહ લેવા આવશે. અને દરેક સભાઓમાં પ્રમુખ તરીકે સ્થાપન થઈશ. આવી આવી આશાઓમાં રાચામાચી રહેલ છે. તેવામાં ભરદરિયે ઉત્પાત જાગે. વાયરે પણ તેફાને ચઢ્યો. ચઢી આવેલ વાદળામાંથી વિજળીઓની પણ ગર્જના થવા લાગી. વહાણ, વાયરાના ઝપાટાથી બે બે, ત્રણ ત્રણ, હાથ આકા
For Private And Personal Use Only