________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨પર
શમાં ઉંચે ઉછળી નીચે પટકાવા લાગ્યું. તેવામાં વહાણ ખરાબે પટકાઈ પડવાથી ઝાઝમાં કાણું પડયું. અને કાણાં પડવાથી, પાણી ભરાએલ હોવાથી, ભરપૂર વસ્તુઓથી ભરેલ વહાણ દરિયાના તળે જઈ બેઠું. માલ તે ગયે. પણ જીવનનું જોખમ આવી લાગ્યું. અફસોસ, પરિતાપને પાર રહે નહિ. આયુષ્યનો બલી હોવાથી એક પાટીયું હાથમાં આવ્યું. સાગર તરીને કિનારે આવ્યા. પણ લાખ રૂપિયાને માલ, દરિયામાં ડૂબી ગએલ હોવાથી હૈયામાં ઘણો આઘાત થયે. આશાઓની સાથે હૃદય બંધ પડવાથી ત્યાંજ મરણ પામી, હલકી ગતિનું ભાજન બન્યું. આ પ્રમાણે અનેક ધનાલ્યોને પણ બને છે. વિવિધ પ્રકારે, કેઈની ઈચ્છા, આશા પૂર્ણ થતી નથી. માટે દરેક પ્રાણીઓને જુદા જુદા પ્રકારે મરણ શરણ થવું પડે છે. મરણ કેઈને પસંદ નથી. તેથી મરણને ભય દરેકને હોય છે. ત્યારે સમ્યજ્ઞાની કહે છે કે, મેહ મમતાની નિદ્રાનો ત્યાગ કરી જાગ્રત થાઓ. અને મૃત્યુની ભીતિ હોય તે જન્મ ધારણ કરે પડે નહિ તે માટે અધિક પ્રયત્ન કરે. આત્મધર્મની પ્રાપ્તિ માટે પ્રયાસ કરશે તે છેડા ભામાં મરણને ભય રહેશે નહિ. પરંતુ ધર્મની આરાધનામાં આળસુ, એદી બની ઉંધ્યા કરશે અને સાંસારિક વિષય વિલાસો ખાતર મહાર કર્યા કરશે તે, નરકનું લહાણું લેશો. એટલે તે સ્થલે એક ઘડી પણ સુખશાતા પ્રાયઃ રહેશે નહિ. કદાચ પશુ, પંખી થશે અગર મનુષ્યભવ પામશે તે પણ દુખના, વિપત્તિઓના વાદળોથી ઘેરાવું
For Private And Personal Use Only