________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
કરી આત્મહિત સાધતું નથી. એટલામાં આયુષ્ય ખતમ થયુ. અને પરલોકે સિધાવ્યા. કહે શું લઈ ગયા? કરેલા વિકલ્પોની વાસના સાથે ગઈ. વળી કેટલાક, શરીરે બલવાન હાય, સ્વજનવર્ગ વિગેરે અનુકુલ હોય, તેમજ સારી રીતે આવકના મેગે વિલાસ કરતા હોય, ત્યારે મદઘેલા બની પોતાનાથી ઉતરતા દરજજાના માણસેની હાંસી કરતા હોય છે. પણ જ્યારે તેઓની પાસે કઈ મદદની માગણી કરવા આવે ત્યારે હું હું હું કરવા પૂર્વક તોછડા વચને કહી ઉપેક્ષા કરતા હોય છે. અને હાંસી કરવામાં ખામી રાખતા નથી. પણ પરભવનું પસ્તાનું થતા ચેતતા નથી. જીવનપર્યત હાંસી કરવામાં બાકી રાખી નથી. હવે પરભવમાં પ્રયાણ કરવાની તૈયારી થઈ છે. માટે લાવ, કાંઈક પણ શુભ કાર્ય, કરી સાથે લઈ જઉં. એવી ભાવના પણ થતી નથી. આવા મનુષ્યના વિચાર પણ સારા ક્યાંથી હોય?
એક શ્રીમંત, લક્ષ્મીના ઘેનમાં કોઈ માણસ સારા કામ માટે ધનની માગણી કરવા લાગે કે, દુઃખી દીનને ઉદ્ધાર કરવા રૂપિયાની મદદ કરો. એમ કહે ત્યારે તેની હાંસી કરતા કહેતા કે, તમારી પાસે કયાં ઓછું છે કે, મારી પાસે માગણી કરવા આવેલ છે. વાહ વાહ, પિતાના પૈસાનું રક્ષણ કરવું છે. અને આવા સારા કામ માટે બીજા પાસે માગણી કરવી છે. તમે કેવા કલાબાજ છે! આવેલ કહે છે કે, અમારી સંપત્તિ મુજબ પિસા ભરાવ્યા છે. પણ આટલાથી ઉદ્ધારનું કામ બની શકે નહિ. તેથી તેમને શ્રીમાન જાણું તમારી પાસે
For Private And Personal Use Only