________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬ છે કે, આ ઉત્તમ અવસર મળે છે. અને આધિ, વ્યાધિ વિગેરેને દૂર કરવાના સાધનો પુણ્યયોગે પ્રાપ્ત થયા છે. માટે સત્ય ન ણું કહેતાં ધન પ્રાપ્ત થાય તેમજ સમ્યગ્ર જ્ઞાનપૂર્વક ચારિત્ર પણ પ્રાપ્ત થાય, એવા નાણાને બરોબર પરખી સંગ્રહ. કરવા પૂર્વક, સંરક્ષણ કરવા ચિત્તવૃત્તિઓને થિર કરજો. તે વૃત્તિઓ સ્થિર હશે તે જ તે સમ્યગ જ્ઞાન, ચારિત્ર રૂપી નાણું સચવાશે. સાંસારિક વિલાસ કરવા માટે નાણું, ધનાદિકને ભેગુ કરશે તે વિવિધ વિડંબના ઉભી થવાની જ. તેથી તે વિડંબનાના ગે તમે ધારે છે તેવી સુખશાતા રહેશે નહિ. પરંતુ અનેક અથડામણ થવાની જ. તમે કહેશે કે ધનાદિક દ્વારા ગોપભેગની ચિન્તા, રતાપ વિગેરે રહેશે નહિ. આ વાત ઠીક છે. પરંતુ તે દ્વારા અજ્ઞાનતા ટળતી નથી. તેથી મોહમાયાની આસક્તિ દૂર ખસતી નથી. તેથી પાછી ચિન્તા વિગેરેની વિડંબના વળગવાની જ. કહે ?" તએ કેટલી આધિ, વ્યાધિને ખસેડી? તમે કહેશે કે,
તે ખસી જ નથી. તો પછી હવે કેટલા ભવ સુધી ચિન્તા, સંતાપ, વ્યાધિ વિગેરેની હોળીમાં બળવું છે! તેને અંત આવવાને જ નથી. માટે ધનાદિક નાણાને ગૌણ કરવા પૂર્વક સત્ય નાણું પરખી લે. અને તેનું રક્ષણ કરવા શક્ય તેટલું સંયમમાં ચિત્તને ચટાડે. એટલે ધનાદિક પ્રાપ્ત કરવામાં ક્રોધ, માન, માયા અને લેભ તમને બહુ સતાવશે નહિ. અત એવ સત્ય નાણાને મેળવવાની વૃત્તિ જાગ્રત થશે. “એક ધનાદિકની આસક્તિવાળાએ પેટે પાટા બાંધી, સુધા, તરસને
For Private And Personal Use Only