________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
તેથી ખાવા પીવાનું પણ પસંદ પડતું નહોતું. તેમજ કોઈ સુખશાતા પુછે તે પણ ખીજવાઈ જતા. જો કે માતપિતાએ ઘણા ઉપચાર કર્યા. છતાં તે પડી ગઈ નહિ. તેમજ કઈ પણ સ્વજન વર્ગ પડાનો ભાગ પડાવે નહિ. કારમી પીડા એકલા મેં પિતે સહન કરી. તેથી નિર્ણય કર્યો કે, દુખ આવે છતે કોઈ પણ ભાગ પડાવતું નથી. માટે આ જે પીડા, દુઃખાદિ આવીને ઉપસ્થિત થાય છે તેનું મૂળ કારણ તે કર્મો જ છે. માટે તે કર્મોને ટાળવા પ્રયત્ન કરે જરૂરી છે. તે કર્મો, સંયમની રીતસર આરાધન કર્યા સિવાય ખસે એમ નથી. આ મુજબ વિચાર કરવા પૂર્વક નિર્ણય કર્યો કે, આ પાંડા જે નષ્ટ થાય તે બીજે દિવસે સઘળી માયા, મમતાનો ત્યાગ કરી સંયમમાં તત્પર બનું. આવી સુંદર ભાવના અને વિચારણાના ગે પીડા શાંત થઈ. તેથી બીજે દિવસે શુરૂ પાસે ગમન કરી દીક્ષા લીધી. જો કે માત, પિતાને ઘરમાં રાખવાને ઘણો આગ્રહ હતો. પણ ગૃહપણામાં કર્મોને ટાળવા હું ક્યાંથી સમર્થ બનીશ! સમર્થ બની શકીશ નહિ. તેથી હે ણિક મહારાજા? સદ્દગુરુ પાસે સમ્યગ્ર જ્ઞાન મેળવી સંયમની આરાધના કરૂ છું. આ મુજબ શ્રવણ કરી નૃપતિ અતિ હર્ષાતુર બની, નમન-વંદન કરીને પાછા ગયા. અને મનમાં સમજ્યા કે, આટલી સાહ્યબી, વૈભવ હોતે પણ હું અનાથ છું. કારણ કે સંયમની સારી રીતે આરાધના કરવા પૂર્વક, આત્મિક ગુણને કેળવ્યા નહિ. તથા આત્માને ઓળખ્યો પણ નહિ. તેથી આધિ, વ્યાધિ અને
For Private And Personal Use Only