________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
છે? મુનિમહારાજે કહ્યું કે, અરે નૃપતિ તમે પણ અનાથ છે. જે અનાથ હાય તે નાથ કેવી રીતે બની શકે ? તમારી પાસે સામ્રાજ્ય છે. તેનું રીતસર પાલન કરો છે. અને ભેગ વિલાસામાં મહાલ્યા કરો છે પણ મન, તનાદિકની ચંચલતા તા દૂર ભાગી છે! સ્થિરતા આવી છે? કહે! નહી જ. જ્યાંસુધ સ્થિરતા આવે . નહિ ત્યાંસુધી અનાથ જ કહેવાય. નાથ કારે ખનાય કે, સ્થિરતાના ચેગે મેહમમતા રાગ-દ્વેષની જંજાલ ખસે અને આત્માના ગુણેામાં લયલીન ખનાય. ત્યારે પોતે પેાતાના નાથ બનવા સમર્થ થાય. શ્રેણિક મહારાજે કહ્યું કે, એવી સ્થિરતા મને મળી નથી, તો તમે પણ અનાથ જ છે. તેથી તમે કેવી રીતે નાથ બનશે ? નહિ અનેા, મુનિવયે કહ્યું કે, તમે જે જે સાધન સામગ્રી હાજર કરવાની ઈચ્છા દર્શાવે છે. તે સઘળી સાધન સામગ્રી મારી પાસે હાજર હતી. કૌશાંબી નગરીના નરેશ, મહીપાલ મારા પિતાજી થાય છે. જે જે ઈચ્છા મુજબ હું માગણી કરૂ તે તે હાજર કરતા. કઈ ખબતની ખામી રાખતા નહિ. માતાજીના સ્નેહરાગ ઘણા હતા. ઘરમાં ગોરી, પત્ની ગુણીયલ હતી. નાકર ચાકર, છીંક ખાતાં ખમાખમા કહેતા, પાણી માગતા સ્વજન વર્ગ દુધ હાજર કરતાં. કેઈ ખાબતમાં ખામી હતી નહિ. પણ માનસિક ચંચલતાના યેગે સુખશાતા રહેતી નહાતી. સ્વજન વર્ગ સુખશાતા રહે તે માટે ઘણી તકેદારી રાખતા. તેથી હુ એવુ માનતા કે હવે મને કયારે પણ વ્યાધિ નડશે નહિ. પરંતુ એક વખત એવું અન્યું કે, ચક્ષુએમાં વ્યાધિ થવાથી અતિશય પીડા થવા લાગી,
For Private And Personal Use Only