________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
જલમાં કમલ રહે તે મુજબ માયા, મમત્વ, આસક્તિનો ત્યાગ કરી વ્યાવહારિક કાર્યોમાં નિર્લેપ રહીને આત્મકલ્યાણ સાધવામાં તૈયાર થયે. વ્યવહારના કાર્યો કરે છે પણ પ્રત્યાખ્યાન, વ્રત, નિયમ, દાન, શીયળ, તપ, શુભ ભાવનાઓ ભૂલતા નથી. તેથી કર્મોનું દબાણ અલ્પ થતું ગયું. સાથે જે મલીનતા રાગની હતી તે પણ ઓછી થઈ. તેથી આત્મ-વિકાસમાં આગળ વધી આનંદનો અનુભવ તેને આવ્યા કરે છે. કદાચ પૂર્વ કર્મની વાસનાના ગે મલીનતા આવે તે તેણીને આત્મજ્ઞાનના ગે દૂર ખસેડી મૂકે છે. માટે અરે મનુષ્યો ? ગુરૂગમને મેળવી સર્વ સંગે મળેલી વસ્તુઓથી ન્યારા એવા આત્માને ઓળખી તેને નિર્મલ કરવા તૈયાર થાઓ. આત્મા પાંચ ઈન્દ્રિય તથા મનથી પરખાશે નહિ. કારણ કે તે અલખ અને અગોચર છે. જે તમે નિરખે છે તે બાહ્ય પદાર્થો છે. આત્મા નથી. તે તે સ્થિરતાના ચગે જ પરખાય છે. જ્યાં સુધી ઈન્દ્રિયની તથા મનની ચપલતા છે અને તે સંગ સંબંધે મળેલા પદાર્થોમાં એકાંતે સુખની ઈચ્છા અને આશા છે ત્યાંસુધી, અનુભવ ગમ્ય આત્માની ખબર ક્યાંથી પડે? દુન્યવી પદાર્થો તથા કરેલા સત્યકાર્યો પણ સ્થિરતા સિવાય યાદીમાં આવતા નથી. તો અનાદિકાલથી તન, મન, અને વચન દ્વારા બંધાએલ કર્મોને દબાણથી, તિભાવે રહેલા આત્માનો અનુભવ ક્યાંથી ઉપલબ્ધ થાય?
જ્યારે રિથરતાના યોગે તે દબાણને દૂર કરવા બલ ફેરવશે ત્યારે જ તે દબાણ દૂર થતાં અનુભવ આવતો રહેશે. તે
For Private And Personal Use Only