________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
'
કરી. તેથી શેા લાભ થશે. તે વસ્તુઓને પ્રાપ્ત કરવામાં તેમજ તેઓનું રક્ષણ કરવામાં ચિન્તા, સંરક્ષણાનુખ ધી રૌદ્ર ધ્યાન કરી, આત્મા ઉપર મમત્વના ચગે અધિક મલીનતા ચોંટાડી. તેથી જે ઈચ્છા અને આશા હતી તે અધુરી રહી. હવે પૂરી કરવી હાય તેા તન, મન, ધનાદિકથી ન્યારા આત્માને બરાબર ગુરૂગમદ્વારા ઓળખી, જે મલીનતાના આવરણે આવ્યા છે. તેને દૂર કરવા અતિશય વી, બલને કારવા, વસ્ત્રાદિક જ્યારે મલીન થાય છે ત્યારે એક ઘડી પણ સાફ કરવા વિલંબ કરતા નથી. તેનુ કારણ એ છે કે, તે મેલા કપડાં તમાને પસદ્ઘ, રૂચિકર થતા નથી. તેા પછી તે મલીનતાના જ્ઞાતા, અને દ્રષ્ટા એવા આત્માની મલીનતા કેમ ગમતી હશે ? પસદ પડવી જોઇએ નહિ.
એક યુવાનની માફક એક યુવાનને મળેલા અનુકુલ પરિવાર ઉપર અતીવ પ્રેમ હતા. પરિવાર પણ યુવાન ઉપર ઘણી પ્રીતિ રાખતા. સહજ માથુ દુઃખવા આવે ત્યારે ઘણા વલાપાત કરવા પૂર્વક કહેવામાં બાકી રાખતા નહિ કે, ભાઈ ! તારૂ મસ્તક દુ:ખે છે. તેથી અમાને ઘણા સંતાપ થાય છે. તારા બદલે અમારૂ મરતા દુ:ખે તે બહુ સારૂ. પુત્ર, પત્ની, માતાપિતા તથા અન્ય સગાંવહાલાંની સંભાળ રાખવાની તે ચિન્તા કરતા હાય છે ત્યારે પરિવાર કહે છે કે, તમે ચિન્તાતુર બને નહિ. તમારી ચિન્તાથી અમે હૈયામાં ખળી મરીએ છીએ. આ મુજબ પુનઃ પુનઃ કહેતા હેાવાથી યુવાનને ઘણા પ્રેમ થાય છે. અને મનમાં માને છે કે, સહજ ચિન્તા થતાં અગર કષ્ટ
For Private And Personal Use Only