________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
વિવિધ પ્રયત્ન શા માટે કરે છે? આત્મધર્મની આરાધના કર. અને જે માયા મળેલી છે તેની સાચવણમાં કયાં માથાકુટ કરે છે. જે તૂટે છે તેની બુટ્ટી નથી. તૂટ્યા પહેલાં જે શુભ કાર્યો કરવાના છે તે ચિત્ત દઈને કરી લે. શુભ કાર્યો કરવાનો આ અમુલ્ય અવસર મળે છે. તેને વૃથા ગુમાવી તુચ્છ વસ્તુઓ ખાતર ક્યાં માથાફેડ કરે છે. જે વંદન કરવા લાયક નથી, ત્યાં માયા મેળવવાની ઈચ્છા, આશાએ માથું નમાવી કાલાવાલા કરે છે. તે તમને શું આપશે ? તથા.
જ્યાં ઈરછા, આશા અને તૃષ્ણાને શાંત કરવાને સત્ય ઉપાય બતાવનાર છે ત્યાં તો જ નથી. તથા રૂચિને પણ ધારણ કરતા નથી. આવી માથાકુટ કેણ કરે છે? જે વસ્તુઓ માટે આટલી બધી મહેનત, કષાયાદિ કરે છે. તે પાણીના પરપોટા જેવી છે. તેની જહેમતને ત્યાગ કરી આત્મ સ્વરૂપના સાધનોને પ્રાપ્ત કર. તેથી માથાકુટ રહેશે નહિ. જગતમાં સુખ ખાતર જે ખેલ ખેલી રહ્યો છે. તે જ ખેલ તને દગો દેશે ત્યારે પસ્તાવાન પર રહેશે નહિ. તે નકકી રામજજે. કાયા અને માયાના સુખમાં ગુલતાન બનેલ એક માણસ ન ખાવા લાયક, અભયનું ભક્ષણ કરીને શરીરનું પોષણ કરતા. તેને માલુમ હતી. છતાં મેહલો બની તેવા અભક્ષ્યમાં આસન બન્યા. તેથી તેની બુદ્ધિમાં બરોબર મલીનતા આવી. દારૂ માંસાદિ વાપરનારમાં જે બુદ્ધિ હોય છે તે નષ્ટ થાય છે. તેથી ઘરમાં પુત્ર પરિવાર વિગેરે કહે છે કે, આ વ્યસનને ત્યાગ કરો. પૈિસાનો અને શારીરિક શક્તિને
For Private And Personal Use Only