________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮ ને વલોપાત દૂર ખસવા માંડે. તાકાત ઓછી થાય તે વિલાસ કેવી રીતે કહેવાય ? કહેવાય નહિ. જે વિલાસ પ્રારંભમાં રૂડે લાગે અને પરિણામે પરિતાપાદિ ઉત્પન્ન કરે. અધમ, નીચ વિચારો કરાવી તદ્દન હલકી કોટીમાં સપડાવે તે વિલાસ કહેવાય કે વિનાશ! તે તમે કહો ? છતાં આંધળાનું અનુકરણ કરવા પૂર્વક માતેલા સાંઢની માફક મહાલ્યા કરે છે. તેથી ગુરૂ કહે છે કે, અરે મૂર્ખ પ્રાણ તને દ્રવ્ય દશ માણે તથા અગ્યારમે પ્રાણ પૈસે મળ્યો છે. વિવેક લાવી તેને સદુપયેાગ કર.
સદ્દવિચાર અને વિવેક કરીશ ત્યારે તને માલુમ પડશે કે, કાયા માટે કરેલા ઉપાય અને માયા ખાતર કરેલા પ્રપંચ સાચા નથી. પણ ખોટા છે. ગમે તેવી કાયાની સારવાર કરશે તે પણ ઘડપણ તો આવવાનું જ. અને આયુષ્ય પૂર્ણ થતાં મરણને શરણ થવાનું જ. ઝાંઝવાના નીર, શું સાચા હોય છે! તેના પાણીને સત્ય માની તરશ છીપાવવા જનાર હરિની કેવી દશા થાય છે તે તમે જાણતા હશો. નિરાશ બની તાપથી આકુળવ્યાકુલ બની અંતે મરણ પામે છે. એવી કાયા અને માયાની પરિસ્થિતિ છે. તેને સત્ય, શાંતિને ઉપાય માની દડદડ કરશે તે પણ સુખની જે ઝંખના છે તે વેગળી રહેશે. ફલવતી બનશે નહિ. માટે તે કાયા માયાના પ્રપંચેનો ત્યાગ કરવા સત્ય સુખના દાતાર સુદેવ-સુગુરૂ અને સુધર્મની આરાધના કરવી જરૂરી છે. કારણ કે તે પ્રપંચે, તુચ્છ, હલકા છે. તેથી પરિણામે કોઈની પણ ઈચ્છા, આશા અને તૃષ્ણ શાંત બની નથી જ. ગરીબ,
For Private And Personal Use Only