________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
બનેને લાભ થશે. આ મુજબ કહીને ગયા પછી ખવાસ આવીને કહ્યું કે, આ દાવામાં મને લાભ અપાવશે તે દુઝણી ભેંસ પચાસ રૂપિયાની કિંમતની આપીશ. લેભી ન્યાયાધીશે ભેંસ મળવાની જાણ ખવાસણને નિર્દોષ ઠરાવી શેઠને દાવો કાઢી નાંખે. ત્યારે શેઠે કહ્યું કે મારે દાવો સાચા હતા. અને પાઘડી તમને મળત, ન્યાયાધીશે કહ્યું કે, તારી પાઘડી ભેંસ ચાવી ગઈ. આ મુજબ સાંભળી નિરાશ થઈ શેઠ ઘેર ગયા. કેઈએ પુછ્યું કે શેઠ ? દાવાનું શું થયું. તેમણે જવાબ આપે કે જ્યાં લોભી ન્યાયાધીશ, અધિકારીઓ હોય ત્યાં સત્ય ન્યાય ક્યાંથી મળે? લેભની ખાતર સત્ય હતું છતાં દાવો કાઢી નાંખે, અને કહ્યું કે ભેંસ પાઘડીને ચાવી ગઈ. હવે શું ઉપાય ? જ્યાં વાડ ચીભડાને ખાય ત્યાં વનેચરને શું કહેવાય? આ વાત સઘળા શહેરમાં પ્રસિદ્ધ થઈ. રાજાને કાને વાત ગઈ. શેઠને બોલાવીને પુછયું. શેઠે જે બીના બની હતી તે સત્ય કહી. રાજાએ તે અધિકારી, ન્યાયાધીને બાતલ કર્યો. અને પૂરેપૂરી ફજેતી થઈ. કઈ પણ તેના ઉપર વિશ્વાસ રાખતું નથી. છેવટે મહાદુઃખી બની હલકી હાલતમાં જીવન ગુજારવું પડયું. ધનના લેશે જે સ્વધર્મને ભૂલે તેની આવી દશા જરૂર થાય છે. માટે ધર્મને ભૂલી ધનલભી, પુદ્ગલેમાં ખેલ ખેલતા હેવાથી તેઓને સુખશાંતિ કયાંથી પ્રાપ્ત થાય ? માટે સમજુ શાણું સમકિતીએ પુ ના ખેલને ત્યાગ કરી સ્વધર્મ કહેતાં આત્મધર્મમાં અને તેના સત્ય સાધનોમાં માનસિક વૃત્તિઓને
For Private And Personal Use Only