________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૧
મળવાની નથી. સામાન્ય સ્થિતિવાળા કરતા સત્તાધારી તથા અધિકારીઓ તેમજ શ્રીમંતેને જે વધારે વલેપાત થાય છે તેનું કારણ એ છે કે, તેઓને આત્મધર્મની સમજણ નથી. સ્વયં સાધન સંપન્ન હેતે છતે પણ અધિક અધિક પુગલે પ્રાપ્ત કરવા પરાયણ હોય છે. તેઓને જ્ઞાનાભાવે ખ્યાલ આવતો નથી કે, પુદ્ગલેનું સ્વરૂપ કેવું છે? પૂરાય અને ગળી જાય. તેવું છે. ચાલણીમાં નાખેલ પાણીને નીકળી જતાં વાર લાગે છે? નહી. તેની માફક તેનું સ્વરૂપ છે. આવા પુદગલો આત્માનું કેવી રીતે કલ્યાણ કરે! કદાચિત મનમાં માનવામાં આવે છે, પેટ પટારો અને ખટારો તે ભરાય છે ને? પરંતુ તે ક્યાં સુધિ ભરાએલ રહે? બહુ બહુ તે પુણ્યદય હોય ત્યાં સુધી, પુણ્યદય ખતમ થયા પછી પાપોદય થતાં કેવી હાલત થાય છે તે તમે જાણો છો. રહેવા માટે મકાનોને વેચવા પડે અને ભાડે રહેવાને વખત આવી લાગે છે. અરે અતીવ પાદિયમાં રોટલે કે એટલે મળતું નથી. વસતિ કે વસ્ત્રો વહાલાં થતા નથી. “નલ નૃપની માફક” માટે પુદ્ગલેની પ્રીતિ નિવારી આત્મધમેં પ્રીતિ લગાવવી ઘણી કલ્યાણકારી છે, હિતકારિણી છે. નહિતર એક અધિકારી, ધનવાન જેવી દશા આવે. એક માણસે શહેરમાં દુનિયાના સુખ મેળવવાની ઈચ્છાએ ઘણે પ્રયાસ કરી સાંસારિક જ્ઞાન, વિજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તેથી તેણે ન્યાયાધિકારીની પદવી મેળવી, પણ ધનનો લેભ હોવાથી લાંચ લેઈને ન્યાય ચૂકવતે. જનસમુદાય પણ જલ્દી કામ પતી જાય અને પોતાના
For Private And Personal Use Only