________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
કેટલી હાનિ કરી છે. તેને બરાબર ખ્યાલ આવશે અને તેઓને ખસેડવા માટે તમે સ્વયં પુરૂષાર્થ ફેરવશો ત્યારે ખસવા માંડશે. માટે સમજીને સહિષ્ણુતા રાખવી. તેથી જ આદર્શજીવન જીવાય. દુનિયાદારી કહેલી છે તે એટલા માટે કે, તેમાં સત્યસુખની ઝાંખી પણ છે જ નહિ. પણ મેહ મમતાની રાગ, દ્વેષની જંજાળ છે અને તે સ્વપ્ના જેવી છે. સ્વપ્નામાં હીરામોતીના અલંકારો દેખ્યા હોય અને પહેર્યા હોય તે પણ જાગ્રત થતાં તે દેખાતા નથી. તથા ખીર ખાંડના ભજન જમ્યા હોય, તે પણ ભૂખ લાગતી નથી. જાગ્યા પછી ભૂખ લાગે છે. અગર નિદ્રામાં રાજ્ય વૈભવના સ્વપ્ન આવે છે. પણ તે વૈભવ ક્યાં સુધી? એક માણસને રવપ્ન આવ્યું. તેમાં મિષ્ટાન્નના કેડારો દેખ્યા. તેણે તેને સાચા માની પ્રાતઃકાલે સગાંવહાલાં તેમજ જ્ઞાતિજનોને જમવા માટે આમંત્રણ દીધુ. સઘળાઓ જમવા આવ્યા. આ માણસે બધાઓને બેસાડી ઘરમાં જઈને તપાસ કરી તે કાંઈ પણ દેખ્યું નહિ. આવેલા બેસીને રાહ જોયા કરે છે. અને કહે છે કે ક્યાં સુધી બેસાડી રાખશે. પેલાએ કહ્યું કે બેસો? ઉતાવળા થાઓ નહિ. જ્યારે હું સુઈ જઈશ તે દરમ્યાન રવપ્ન આવશે ત્યારે તમને જમાડીશ. આવેલા હાંસી કરતા પિતાના સ્થાને ગયા. આ મુજબ દુનિયાદારીને સત્ય માનતા કામ સરતુ નથી. અને તેમાં આત્મવિકાસને વિશ્વાસ રાખીયે તે હાંસીપાત્ર બનાય તેમાં આશ્ચર્ય શું? દર્પણમાં મુખને દેખે છે. તે મુખનો પડછા છે કે
For Private And Personal Use Only