________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
આપણે ચિત્તમાં કાંઈ દુઃખ લાવવું નહિ. જુઓને કેટલાક સમજુ આપણને વખાણે છે. ત્યારે કેટલાક વડે છે. તેના ઉપર ધ્યાન રાખવું નહિ. ભલે બેલે? નિરાંતે સૂઈ જઈએ તે જ સવારમાં યાત્રા સારી રીતે થશે. આ મુજબ નિશ્ચિત બની સૂઈ ગયા. અને પ્રાતઃકાલે રીતસર યાત્રા થઈ. આ પ્રમાણે જનસમુદાયને વચન ઉપર વિશ્વાસ રાખવામાં આવે તે ચિન્તા, વિકલ્પોથી ચિત્ત પવિત્ર બનતું નથી. પણ સંયમ, તીર્થયાત્રામાં તીર્થકર કેવલજ્ઞાનીની જે આજ્ઞા છે તે અનુસારે શાસ્ત્રકાર મહારાજ ઉપદેશ આપી રહેલ છે. તે મુજબ વર્તન થાય તે જ ચિત્ત કે મન પવિત્ર બને. એટલે યશ અપયશમાં ચિત્ત ચુંટે નહિ. અને પવિત્ર બને. પરંતુ પિતાનું ભાન ભૂલી જગત, સ્વકામ સાધવા ખાતર રાગ, દ્વિષ અને મોહની જંજાળમાં લપટાઈ યશ, અપયશના ઉપર ઘણી ધારણું રાખે છે. તેથી જે કાર્ય સહેજે સરવાનું હોય છે તે તરત સરતુ નથી. તેને માટે પછી બ્રમણામાં ભૂલથાપ ખાઈ રોદડાં રડે છે. “એક શ્રીમંતના આલીશાન બંગલામાં ચારેય બાજુએ આરિસા હતા તેથી તે આરિતા ભુવન તરીકે પ્રસિદ્ધ હતું. આવા બંગલામાં ત્રણચાર કુતરા પેશી ગયા. અને આ રિસામાં પડેલા પિતાના પડછાયાને સાચા કુતરા માની તેના સન્મુખ ભસવા લાગ્યા. તેઓને એવો સ્વભાવ છે કે, પોતાના સામે બીજા કુતરાઓને દેખે કે તરત ભસવા લાગે. જે ખસી જાય નહિ તે માહો માંહી લડાઈ આરંભી મારામારી કરી બેસે. પડછાયાને સત્ય કુતરા
For Private And Personal Use Only