________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
ભાન ભૂલેલાઓ, આટલી પણ ખબર પડતી નથી કે ઉત્તર દિશામાં શ્રીબદ્રીનારાયણ છે. તેમની સામે પગ કરીને કેમ સુવાય? કાંઈક વિચાર અને વિવેક કરે. આ મુજબ ત્રણ ભગત, બરાબર સંભળાવીને ગયા. ત્યારે તેઓ દક્ષિણ દિશા તરફ પગ કરીને સૂતા. વળી એક વાચાળે આવીને કહ્યું કે, મસ્તક ઉત્તર દિશામાં થાય નહિ. મરણ પામેલનું માથુ ઉત્તર દિશા તરફ કરવામાં આવે છે. અને દક્ષિણ તરફ પગ કરીને સૂતા છે. તેથી તમારામાં કેટલી મતિ, બુદ્ધિ છે તે માલુમ પડે છે. તથા શું તમને ખબર નથી કે દક્ષિણમાં શ્રીરામેશ્વર તીર્થ છે. તે તરફ લાંબા પગ કરીને સૂતા છે. કાંઈક ભાનમાં આવે. આ મુજબ ચારે કહી ગયા પછી આ ચારે જણા ચિન્તા કરવા લાગ્યા. હવે કઈ દિશાએ સૂઈ જવું. તેમાં એકે કહ્યું કે પગ ઉંચા કરી અને મસ્તક નીચે ભૂમિમાં રાખી સૂઈ જઈશું તો કોઈને કહેવાનું રહેશે નહિ. ચારેય યાત્રાળુઓ વૃક્ષાસનની માફક ઉભા રહ્યા. તે અરસામાં વળી એક ભગતે આવીને કહ્યું કે ઉંચા પગ કરીને વૃક્ષાસનની માફક રહ્યા છે, પણ ઉર્ધ્વ દિશામાં વૈકુંઠ છે. તે તરફ પગ થાય નહિ. ત્યારે આ લેકે મસ્તક ઉચે રાખી અને પગ નીચે રાખીને ઉભા રહ્યા. તે પણ શાંતિથી લોકોએ રહેવા દીધા નહિ અને કહેવા લાગ્યા. નીચે પાતાલમાં બલીદ્રની પાસે હાલમાં કૃષ્ણ મહારાજ રહ્યા છે. માટે આ પ્રમાણે કેવી રીતે ઉભા રહ્યા છે? કાંઈક
ખ્યાલ કરે. આ મુજબ સાંભળી ચિન્તાનો ત્યાગ કરી એકે કહ્યું કે, ભલે ભગતે અગર લેકે જેમ ફાવે તેમ બોલે, તેથી
For Private And Personal Use Only