________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદૂગુરૂ ઉપદેશ આપે છે કે અરે બુદ્ધિમાને ? જગતને જીતવા પ્રયાસ કરે છે તેના કરતાં કષાયને, અહંકાર, મમત્વને જીતવા તમારી સત્તા, શક્તિને સદુપયોગ કરે. કે જેથી જશ, અપજશમાં ચિત્ત ચુંટશે નહિ. દુનિયાને જીતવા માટે જે પ્રયાસ કરી રહેલ છે તેમાં તે યશ, અપયશનું વાતાવરણ ખડું થશે. તે વખતે તમારા મનમાં શાંતિ રહેશે નહિ. માટે તમારા આત્માને પણ જીતવા પ્રયત્ન કરે. તેમાં, યશ, અપયશમાં માનસિક વૃત્તિઓને લગાડશે નહિ. નિષ્કામ ભાવે કાર્ય કરતા રહો. અન્યથા ચિન્તાનો પાર આવશે નહિ.
એક ગામના ચાર માણસે યાત્રાએ નિકળ્યા. પ્રથમ દ્વારિકાની યાત્રા કરવાની અભિલાષા હોવાથી એક ધર્મશાળામાં ઉતરી, રાત્રીમાં પૂર્વ દિશા તરફ મસ્તક અને પશ્ચિમ દિશા તરફ પગ કરીને સૂતા. તે વેળાએ એક ભગત આવીને કહેવા લાગે કે, અરે યાત્રાળુઓ! દ્વારિકાની યાત્રા કરવી છે અને તે તરફ પગ કરીને સૂતા છો તે ઉચિત કહેવાય નહિ. માટે પગને કેરે. આ લોકોએ તે ભગતના વચને સાંભળી પૂર્વ દિશા તરફ પણ કર્યા. તેટલામાં એક ઘડી ગયા પછી બીજો ભગત આવીને કહેવા લાગ્યું. અરે જાત્રાળુઓ? તમે તે શ્રદ્ધા રહિત માલુમ પડે છે. કેમ ભાઈ? ભગતે કહ્યું કે, પૂર્વ દિશામાં જગન્નાથજી છે. તે દિશામાં પગ થાય? ભાન ભૂલી ગયા લાગે છે? આ સાંભળી ઉત્તર દિશામાં પગ લાંબા કરી સૂતા. પુનઃ એક માણસે આવીને કહેવા માંડ્યું કે અરે
For Private And Personal Use Only