________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
તે રહેલું છે જ, કારણ તેમાં બંધાએલ, આસક્ત બનેલ પિતાના કાર્ય ખાતર અન્યની પાસે જઈને કરગરે છે.
જગતના પદાર્થોની પરાધીનતામાં પકડાએલ પ્રાણીઓ, જ્યારે તે તે પદાર્થો પિતાની પાસે હોય નહિ ત્યારે કરગરી, કાલાવાલા કરવા પૂર્વક અન્યજનોની પાસેથી મેળવવા ઈચ્છા રાખે છે. તે પદાર્થોની પ્રાપ્તિ થાય ત્યારે તેમાં જ આસક્ત બની સુખ મેળવવા મથે છે. પણ ઈષ્ટ સુખ મળે નહિ ત્યારે પણ તેઓની ભ્રમણા ટળતી નથી. અને આસક્તિને ત્યાગ કરતા નથી. આ કેવી માણસાઈ? કે બુદ્ધિમત્તા? આતા બાલીશતા જ કહેવાય ? અરે દુનિયાના પદાર્થોની જ ફક્ત અભિલાષા હોતી નથી, જે સત્તા, સંપત્તિ વિગેરે હોય તે સારી દુનિયાને જીતવા ખાતર પ્રયાસ કરે છે. પણ કેઈ દિવસ સારૂ ય જગત જીતાય ખરૂ કે ? કદાપિ જીતી શકાતું નથી. તે પણ મેહમમતા જન્ય વિષય કષાયના વિકારને જીતવા એક ઘડી પણ, પ્રયાસ કરતા નથી. સત્ય એ છે કે, વિષયકષાને પરાજય પમાડી દૂર કરાય. તે જ આત્માની સાથે જગત જીતાય છે તેનું ભાન નહિ હોવાથી તે સત્તાધારીઓનો પ્રયત્ન નિષ્ફલ થાય છે. અરે જગતને જીતવા માટે નીકળેલ સત્તા સંપન્નને કઈ વખાણશે. પ્રશંસા કરશે ત્યારે કઈ વોડશે, અવહેલના કરશે. ત્યારે કહી શકાય નહિ તે ઉત્પાત ઉત્પન્ન કરી સ્વપરની પરિસ્થિતિ એવી હલકી કેટીમાં મૂકી દે કે પુનઃ ઉચ્ચ સ્થિતિમાં આવી શકાય નહિ. માટે
For Private And Personal Use Only