________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
મળતું રહે. આ શેઠે જ્યારે વ્રતના આધારે તે નિધાનમાં ચિત્ત ધારણ કર્યું નહિ ત્યારે મેહ, મમતા દૂર ભાગી. અને સ્વામીભાઈ એવા બુદ્ધિમાન બંધુઓને માટે તથા અન્ય શુભ ક્ષેત્રોમાં વાવવા શુભ પ્રયાસ થયે. વ્રત વિનાના માનવગણ તે જ્યારે ધાર્યા મુજબ ધન મળે ત્યારે માળાઓ બંધાવે. ચાલીઓ બંધાવી તેમાં વાપરે. પણ ધાર્યા મુજબ ભાડે આપેલ મકાનનું ભાડું બરોબર ન મળે ત્યારે ચિન્તા શેક કરવા માંડે છે. તે તેના કરતાં જે સાત ક્ષેત્રે શાસ્ત્રકારોએ બતાવ્યા છે તેમાં વાપરે તે, અગર નિષ્કામભાવે વાવે તો ભાવના મુજબ પુણ્ય ધનની પ્રાપ્તિ થાય. આવા વિચારો પણ તેઓને કયાંથી આવે ? કારણ કે તેઓનું ચિત્ત દુનિયાદારીમાં ચોટયું છે. દુનિયા જેમ કહે તેમ કરવું પણ સમ્યગજ્ઞાની કહે તેમ કરવું નહિ. આવી વિચારણા હોવાથી શેક સંતાપાદિ કયાંથી ખસે? સંકટ વિડંબનાઓ, વિદને આવી હાજર થાય ત્યારે વલેપાત કર્યા કરે. તે માટે સદ્દગુરૂ પ્રતિબોધે છે કે અરે ધનને ધણીએ જરા જાગીને જુઓ. સમ્યગુજ્ઞાનીના ઉપદેશને ચિત્તમાં ધારણ કરે અને ધનાદિકની માયા-મતામાં મુંઝાએ નહિ. દુનિયાદારી તે દુઃખ દેનારી છે. તેમાં દેટ કયાં મૂકી છે? તમારી દષ્ટિને ફેરવશે તે જ તમારી વિચારણાનું પરિવર્તન થશે. અને દુનિયાદારીમાં જે ચિત્ત ચોટયું છે. તે જ ચિત્ત ધર્મક્રિયામાં લાગશે. જેવી દષ્ટિ, જેવા વિચારે તેવા તમે બનશે, નહિ સમજે તે મિથ્યા માયાનું અંધકાર
For Private And Personal Use Only