________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
ચાલની બરાબર સાવધાન બની ખબર રાખશે. રખેને તોફાની બની ઉન્માર્ગે લઈ જાય નહિ. બરાબર સાવધાન બનશો તે જ, ધારેલ સુખ મળશે અને સચવાશે, સાવધાની રાખશે નહિ તે તે તોફાનો કરી સંકટના ખાડામાં લઈ જશે. જેમ બાજીગર, માંડેલી બાજીમાં સાવધાન હોય છે, તેમ, તમે પણ આ સંસાર બાજી માંડી છે. માટે તેને જીતવા માટે સાવધાની રાખવી પડશે જ. માટે જીતેલી બાજીને, નિદ્રાવશ બની, માયા મમતામાં મતાન બની, હારી બેસે નહિ. માયા મમતા, રાગ, દ્વેષમાં પ્રાણીઓને એવા ફસાવે છે કે, જીતેલી બાજી હેય તે પણ, હરાવી મૂકે છે. માટે સદ્દગુરૂ ફરમાવે છે કે, અરે સંસારના બાજીગર! જાગ્રત થઈ જલ્દી ચેતી જા. આસક્તિને ત્યાગ કરી, મેક્ષ માર્ગ તરફ ગાડીને દેડાવ? ચેતન તારી પાસે જ રહેલી કરગરે છે. કાલાવાલા કરે છે કે, સાધને સુંદર મળ્યા છે. તેને સદુપયોગ કરવા પૂર્વક, સત્ય અને અવ્યાબાધ, અનંતસુખ પ્રાપ્ત કરવા માટે વાપરે ? ક્યા સુધી ઉંઘમાં ઘેરાએલ રહેશે. પથ્થરની નૌકાએ બેસી, કઈ સંસારસાગરને તરી શકતા નથી. રેતીને પીલી કેઈ તેલ મેળવી શકશે ? જલ લેવીને કોઈ ઘી મેળવી શકશે? નહિ જ. તે મુજબ, વિષય કષાય રૂપી સંસારમાં આસક્ત બનનાર, સર્વ સંકટથી, સર્વ વિડંબનાઓથી મુક્ત બનતું નથી. મુક્ત બનવાની રીતિ પ્રથમ નીચે પ્રમાણે છે. પિતાના વિષય કષાયના વિચારોને ત્યાગ કરી નવપદ, સિદ્ધચકના જાપમાં
For Private And Personal Use Only