________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
પુનઃ પ્રાપ્ત થાય. અને પ્રાપ્ત થએલ તાકાત, સર્વ પ્રકારના. કષ્ટોને કાપી, સુખ શાંતિ આપે. માનસિક, વાચિક અને કાયિક દોષ દૂર ખસતાં, સુખશાતા સારી રીતે આવીને હાજર થાય છે. પછી અન્યત્ર ભટકવાનું અને ટીચાવાનું થશે નહિ. પાંચ ઇન્દ્રિયેના પિષણ ખાતર, ધમાલ કરવી પડશે નહિ. માટે, બહાર પરિભ્રમણ કરતી નજરને, પ્રભુના ગુણોમાં સ્થિર કર. ઉતાવળ કરીશ નહિ. અનાદિકાલીન દે, એકદમ ખસતા નથી. નજરને સ્થિર કરવા ટાઈમની જરૂર તે છે જ, બે ઘડી પ્રભુના ગુણેમાં સ્થિર થયા પછી, પિતાના આત્મિક ગુણેમાં સ્થિરતાના વેગે, દે દૂર ભાગશે, અને આત્મા નિર્લેપ બનશે. માછલા, જલ વિના જીવી શકતા નથી. તેથી તેઓ પાણીને ત્યાગ કરતા નથી. તેવી પ્રીતિ, ભક્તિ પ્રભુમાં અને આત્મામાં હેવી જોઈએ. પ્રીતિ અને ભક્તિ જે રીતસર થાય તે જ, તેમની આજ્ઞાના પાલનમાં, દેહગેહની પરવા પણ રહેતી નથી. ભક્ત ભાગ લી જાણે છે કે, દેહગેહ, કર્મવેગે અનંતીવાર ધારણ કર્યા. પણ પ્રીતિ, ભક્તિ પૂર્વક પ્રભુની આજ્ઞાનું પાલન થયું નહિ. તેથી ભભવ ભટકવાનું થયું. અને નિદ્રા વશવત બનવું પડ્યું. હવે તે આ મનુજભવ સફલ કરવા જાગ્રત થઈ, એવી પ્રીતિ વિગેરે કરું કે, ભવેભવની ઊંધ ભાગે અને આત્મા અનુક્રમે સિદ્ધ, બુદ્ધ બને. સદ્દગુરૂ આચાર્ય, બુદ્ધિસાગર સૂરીશ્વરજી પણ કહે છે કે, સિદ્ધ, બુદ્ધ, પરમાત્મ બનવાની તારામાં તાકાત છે. માટે,
For Private And Personal Use Only