________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
નથી. તેઓના ચેગે, સ`સાર દુ:ખમય, દુઃખજનક અને દુઃખની પરંપરા વધારનાર અન્યા છે. કાની માફક ? તેનુ એક દૃષ્ટાંત સાંભળ,
કોઈ એક દુઃખી માણુસ, સમ્યગ્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્યાગ કરી, પૈસાઓના આધારે જ, દુઃખ, સંતાપ વિગેરે દૂર જશે. આમ સમજી, ધન ખાતર, ધના ત્યાગ કરીને, વિવિધ ધધાઓ કરે છે. પણ, ઇચ્છા મુજબ ધન મળતુ ન હેાવાથી, ધમાલ કર્યો કરે છે. કોઈ વેળાએ કલહ, કકાસ, ઝગડા કરી બેસે છે. કેાઇ વખત દગા, પ્રપંચા કરી તથા તકરાર કરવા પૂર્વક અધિક દુઃખી બને છે. કહેા ત્યારે, આવા માણુમને સુખ અને સ`પત્તિ કયાંથી સાંપડે ? પ્રાપ્ત થાય નહિ. છતાં, તે ધમાલના ત્યાગ કરતા નથી. જ્યારે અસહ્ય કષ્ટ પડે છે. ત્યારે, લમણે, કપાળે હાથ મુકીને રડયા કરે છે. પણ ધમાલના ત્યાગ કરતા નથી. ધંધામાં ધમાલ હાય નહિ. ધન, ભાગ્ય અને પ્રયત્નના આધારે મળી રહે છે. અન્યથા તા, અધમ કાટીમાં ગણાય છે. કુશળ ધંધા કરનાર, જ્યારે ધમાલ કરતા નથી. ત્યારે ધનની કમાણી કરે છે. નહિતર, મૂડી પણ ગુમાવવાના પ્રસંગ આવે. આ મુજબ, ધંધામાં પણ સયમ ધર્મોની જરૂર છે. પણ આ ભાઇને ધનમાં જ સુખની આશા હાવાથી, ધર્મની આરાધના કરવી તે કયાંથી સુઝે ? ત્યારે કષ્ટ ભોગવે, તેમાં નવાઈ શી ? લમણે હાથ મુકીને રૂદન કરતા તે દુઃખીને, કેાઈ જાણકાર માણસે કહ્યું કે, અરે ?
For Private And Personal Use Only