________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
વન રાખે નહિ તા આવી દશા થાય જ ને !
આવા દેદેવલમાં, ધાર નિદ્રામાં પડેલને, સુખ કયાંથી હોય ? આવી ધાર નિદ્રામાં ધારેલા આત્માને, સદ્ગુરુ મહારાજ કહે છે કે, જો તને દુઃખ, કષ્ટ અગર સંકટ, પ્રિય લાગતું હોય નહિ તેા, તેઓને દૂર કરવાના ઉપાા છે જ. જો આત્માનો અનુભવ કરે તે, અજરામર થઈને સિદ્ધ થાય. અને સિદ્ધ કયારે થવાય ? જ્યારે જીવાત્માઓ, માહનીય કર્મોને હઠાવી, ચાર ઘાતિયા કર્મોને દૂર કરે ત્યારે સિદ્ધ થવાય છે. ઘાતિક કર્મોને દૂર કરવા, સમ્યગ્ જ્ઞાન, દર્શન પૂર્ણાંક સયમની રીતસર આરાધના કરવામાં આવે તા જ તે કર્મો દૂર ખસે છે. ત્યાર ખાદ, કેવલજ્ઞાન પામતાં, અઘાતિક કર્મીને ખપાવવા, શૈલેશી કરણ કહેતાં, પતની માક જ્યારે સ્થિર થવાય. ત્યારે જ, તે અઘાતિક કુર્મી ખસે છે. અને અજરામર પદ્મ પ્રાપ્ત થાય છે. પછી જન્મ મરણની વિડંબના રહેતી નથી. તે પછી, આધિ, વ્યાધિ, ઇચ્છા, આશા કે તૃષ્ણા કયાંથી રહે ? રહે જ નહિ. માટે અરે મહાનુભાવ ? દેહદેવલમાં નિદ્રાવશ બનેલ આત્માને જાગ્રત કર. અને સંયમની આરાધનામાં જોડાય, તે મુજબ પ્રયત્નશીલ બનાવ ? જ્યાં સુધી આત્મા ઉંઘી રહ્યો છે, ત્યાં સુધી તેને, સયમની વાત પસંદ પડતી નથી. અને સયમ સિવાય સત્ય સુખની અભિલાષા અધૂરી રહે છે. પૂર્ણ થતી નથી. તથા સંયમની સારી રીતે આરાધના સિવાય, આધિ, વ્યાધિ અને વિવિધ ઉપાધિએ બસની
For Private And Personal Use Only