________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
આચાર્ય સદ્ગુરુ બુદ્ધિસાગર સૂરીશ્વરજી! ફરમાવે છે કે, અનાદિકાલથી આત્મા દેહદેવળમાં ઉઘેલ હોવાથી, એક ઘડી પણ સત્ય સુખ પ્રાપ્ત થએલ છે? નહિ. ઉંઘ, નિદ્રા એટલે મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય અને સમ્યગ્નમેહનીય. આ દર્શનાવરણીય મેહને સ્વભાવ છે. આ મોહે સંસારના વિષય સુખની મદિરાનું પાન કરાવ્યું છે. તેથી જાગતો અને જીવતા હોવાથી પણ ઉંઘતે કહેવાય છે. કારણ કે, મેહનીય કર્મો જ્ઞાનાવરણીય કર્મ સાથે મિત્રતા કરી છે. તેથી, જે જે કાર્યો કરે છે. તે આત્મઘાતક બન્યા છે. આત્મિક ગુણને બરાબર દબાવ્યા છે. તેથી, એકઘડી પણ આત્માને સુખ નથી. તે કર્મોએ, પિતાવી જાળ એવી પાથરી છે કે, તેમાં જ આત્માને સુખ ભાસે છે. પણ, અંતે તેના ફલ કષ્ટદાયક બનેલ હેવાથી, પિતે ત્રાસ પામે છે. અને વિવિધ ચિન્તાઓ કરી, પોતે જાતે જ દુઃખી થાય છે. સાંસારિક માયામાંથી, સાચું સત્ય મેળવવાની આશાએ; ધન, પત્ની, પરિવારને એક કર્યો. પણ, તે પરિવાર પ્રતિકુલ થતાં આત્મા પસ્તાવો કરે છે. પણ તેની આસક્તિને મૂકતું નથી. અને સમજે છે કે, આમાંથી જ સત્ય સુખ સાંપડશે. જેમ વાયદાને સટ્ટો કરનાર, ધમાલ ગુમાવે તેપણું, તેમાં આસક્ત હોવાથી, મનમાં માને છે કે, આમાંથી જ ધન મળશે. આમ ધારીને, માલ, મકાને ગીર મુકવાને વખત આવે તે પણ, વાયદાને વેપાર મૂકતો નથી. તેમ વિષયસુખમાં રાચામાચી રહેનાર અશક્ત બને.
s
'
For Private And Personal Use Only