________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને ત્યાગ કરવામાં ઘણે લાભ છે. પ્રજાને પણ શાંતિ રહેશે, અને ભાગ્યમાં હશે તે પુનઃ પ્રાપ્ત થશે. આમ વિચારી મલયાગીરી અને પુત્રો સાથે રાજ્યને ત્યાગ કરી, કુશસ્થલ નગરમાં દેવને પૂજારી બની આનંદમાં હાલે છે. રાણું મલયાગીરી, જાતમહેનતમાં સુખ સમાએલ છે એમ. માનતી હોવાથી, જંગલમાંથી સુકા લાકડા કાપી, નગરમાં વેચી, આજીવિકા ચલાવતી. શરીર નીરોગી રહેતું. ચિન્તા ઘણુ થતી નહિ. તેણીને વિયય વિલાસમાં આસક્તિ નહોતી. પણ, શીયળ પાળવામાં અત્યંત પ્રીતિ હતી, જાતમહેનતે વિકાર દૂર ખસે છે. અને આનંદપૂર્વક બ્રહ્મચર્યનું પાલન થાય છે. વિષય વિલાસમાં, પાપ સિવાય અન્ય બંધ પડતું નથી. પુણ્યબંધ અને સત્તા, શક્તિ અને શાણપણ શીયળમાં રહેલ છે. એમ સમજતાં હોવાથી, કદાપિ રાજ્યના ત્યાગની, ચિન્તા પણ કરતા નહિ. એ અરસામાં, એક સાર્થવાહ વેપારી, વાહનમાં વિવિધ કરીયાણું ભરીને આ છે. તેને મલયાગીરીમાં અત્યંત રાગ થયે. તેથી લાવેલ લાકડાની ભારીની કિંમત, બમણી આપતા હોવાથી, ત્યાં વેચીને, પિતાને સ્થલે જતી. પરંતુ શા માટે બમણું પૈસા આપે છે. તે સરલ હોવાથી જાણતી નહોતી. બે મહિના લગભગ માલ વેચાયા પછી, મલયાગીરીને પૈસા આપવાના બહાને દુર લઈને, તૈયાર રાખેલ વાહનમાં, પરાણે બેસાડીને નાસી ગયે. ચંદનરાજા, રાણીને સાર્થવાહ પરાણે હરણ કરી ગયે તેથી, સંતાપ, પરિતાપદિ કરવા પૂર્વક
For Private And Personal Use Only