________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
નની નિરંતર સાર બંભાળ રાખનાર સર્વને ત્યાગ કરી, પરલોકે ચાલી ગયા છે. તેઓની ખબર નથી કે, કઈ ગતિમાં ગયા. સારી ગતિ તે, પરોપકારાદિક ધાર્મિક ક્રિયામાં માએલી છે. તેના સંસ્કારના ગે સદ્ગતિ પ્રાપ્ત થાય છે. માટે, તન, ધન, યૌવન, સત્તા, સત્ય સુખને અર્પણ કરશે તે વિશ્વાસ રાખશે નહિ. ક્યારે તેઓને ત્યાગ કરાશે, તે કહી શકાય નહિ. કંચનપુરના રાજાને તથા તેની પટ્ટરાણી મલયાગીરિને અને તેમના બે પુત્રો, સાયર અને નીરને અણધારી વિડંબના ઉભી થઈ. રાજ્ય, વૈભવ, સત્તા વિગેરેને ત્યાગ કરે પડ્યો. અને અન્યત્ર પરિભ્રમણ થયું. ચંદનનુપને તેની કુલદેવીએ તથા હિતસ્વી બંધુઓએ કહ્યું કે, તમારા ઉપર અણધારી વિપત્તિ, વિડંબના આવવાની તૈયારી થઈ રહેલ છે. અન્ય રાજાઓ, તમારા રાજ્યને યુદ્ધ કરી કબજે કરવા સિન્યને એકત્ર કરે છે. માટે તેઓની સાથે લડાઈ કરવી કે, ન કરવી તે તમારી ઈચ્છા ઉપર આધાર રાખે છે. ચંદનરાજાએ વિચાર કર્યો કે, લડાઈમાં પ્રજાની ખુવારી, અને કોણ જીતે અને કેણુ હારે તે કહી શકાય નહિ. આ રાજ્ય તે, સાચુ રાજ્ય કહેવાય નહિ. સત્ય રાજ્ય તે, સાચુ શીયળ, બ્રહ્મચર્યનું પાલન કરી રાગ-દ્વેષ અને મેહની સાથે યુદ્ધ કરી, કોઈનાથી પણ લઈ શકાય નહિ, તેવું મેળવીએ સત્ય રાજ્ય. આ રાજા રાજ્યની સારસંભાળ રાખત. છતાં નિર્લેપ રહતે. એટલે મમત્વ નહતું. તેથી બીજા રાજાએ યુદ્ધ કરી લેઈ લે તેના કરતાં પિતે
For Private And Personal Use Only