________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
બે પુત્રોને સાથે લઈ, તે સાર્થવાહને પકડવા પ્રયાસ કરવા લાગે. ઘણે દૂર ગયે પણ પત્તો લાગે નહિ. તેથી બે પુત્રોની સાથે આગળ જાય છે. તેટલામાં નદીમાં પૂર આવેલ. હેવાથી, એક પુત્રને, નદીના કિનારે રહેલા વૃક્ષની પાસે રાખી, બીજાને સાથે લઈ નદીને તરી, સામા કીનારે આવી તેને પણ ત્યાં રાખી, પ્રથમ પુત્રને લેવા નદીમાં તરવા માંડ્યું. પણ ઘોડાપુરે તેને પ્રવાહમાં તાણી નાંખ્યા. તણાતા, તણુતા, દશબાર ગાઉ દૂર, પાટીઆના યેગે તરીને, બહાર નિકળે. અને એક સ્થલે બેસી અફસોસ કરે છે કે, “કિહાં ચંદન કિહાં મલયાગીરી, કિહાં સાયર કિહાં નીર; જેમ જેમ પડે વીતડી, તેમ તેમ સહે શરીર.” આ મુજબ ચિન્તવન કરતાં, અનિત્ય વિગેરે ભાવનાએ ભાવીને શેક સંતાપને ત્યાગ કરી બેઠેલ છે. તેવામાં શ્રીપુરનગરને રાજા મરણ પામેલ છે. પુત્ર વિનાને હોવાથી, સગાંવહાલાં રાજ્ય માટે ઝઘડે કરે નહિ. જેના ભાગ્યમાં, રાજગાદી મળવાની હશે તેને મળશે. આમ વિચારી જયમંગલ નામના હાથીની સૂંઢમાં પાણું ભરેલ કળશ આપી, સારા શહેરમાં ફેરવે છે. પણ, કેઈના ઉપર અભિષેક ન કરતાં, બહાર આવી, ચંદનનુપના ઉપર અભિષેક કર્યો. તેજસ્વી રાજાને દેખી, સઘળા ખુશી. થયા. ચંદનનૃપ, પુનઃ રાજ્ય મળ્યું છતાં, ઉદાસી રહેવા. લાગ્યા. પ્રધાને એ, બીજી રાણી પરણવાની આગ્રહભરી. વિનંતિ કરી. પણ એક પત્નીમાં, સ્વદારા સંતેષ અને પરદારાના ત્યાગનું સ્થૂલથી વ્રત હેવાથી માન્યું નહિ. અને
For Private And Personal Use Only