________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
ખસખસ, ક્ષેત્રમાં વાવવાથી અફીણ મળે છે ને ? અમૃત ક્યાંથી મળે ! જેવું બીજ તેવે મેલ પાકે છે. માટે શિવસુખના લ્હાવો લેવા હોય તે, રાગ, દ્વેષ અને મહાદિકને ત્યાગ કરી, આત્મજ્ઞાન-ધ્યાન વડે સમત્વામૃતનું પાન કરે ? સંસારની રાગ, દ્વેષે જુઠી બાજી માંડી છે. તેને બરાબર સમજી, તેમાં રાચી રહેવા જેવું છે જ નહિ. પાંડવે અને કૌરે હારેલા રાજ્યને પાછું મેળવવા, પાસાની બાજીમાં રાચી માચી રહ્યા. આ બાળ કપટ ભરેલી છે. તે પાંડવ સમજ્યા નહિ. તેથી વનવાસનું કષ્ટ ભોગવવું પડ્યું. પણ પોતે સત્યવાદી હેવાથી, પાછું રાજ્ય મેળવી, સમત્વને ધારણ કરી, શિવસુખને પ્રાપ્ત કર્યું. અને યુદ્ધ કરીને પણ, દુર્યોધન વિગેરે પિતાની પાસે જે સંપત્તિ હતી તે પણ પ્રાણો સાથે ગુમાવી બેઠા. માટે આ સંસારની જુઠી બાજીમાં ફસાવા જેવું નથી. આ બાજી બરોબર પરખી લે. પરખી લીધા પછી રાજી રાજી થવાશે નહિ. પણ નિલે પતાયે રહીને જીવન પસાર થશે. અન્યથા માછલાં, જેમ ખાવાની ચાહનાએ, માછીમારે નાખેલી જાળમાં સપડાઈ, પ્રાણ ગુમાવે છે. તથા હરણ સંગીત નાદમાં મેહ પામી, પ્રાણ ગુમાવે છે તે મુજબ પુદ્ગલ બાજીમાં કઈ પ્રકારને લાભ મળશે નહિ. અને કદાચિત્ પ્રાણે ગુમાવવાને પ્રસંગ આવી લાગે. તે માટે પુદ્ગલ બાજીથી અલગ રહેવા માટે, સમ્યગુ જ્ઞાનને મેળવવાની જરૂર છે. આ સિવાય નિર્લેપતાએ રહી શકાશે નહીં જ. તન, ધન અને યૌવન તથા માતાપિતા
For Private And Personal Use Only