________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
-ઉપર અત્યંત રાગી બની સત્ય પતિને નદીમાં ધકકો મારી પાડ્યો. આ તારું સતીપણું કેવું ! અજબ - ગજબ છે. આ વૃતાન્ત નીચુ મુખ રાખીને સાંભળી રહી. શે જવાબ આપે ? રાજાએ કરૂણુ લાવીને નગરમાંથી કાઢી મૂકી. અંતે ઘણી દુઃખીઆરી બની. રાજા વૈરાગ્યના આધારે સુખી થયે. માટે સદ્ગુરૂ કહે છે કે, રાગી ઉપર રાગ કરવો નહિ અને દ્વેષ, અદેખાઈને દૂર કરવા. ગુરૂના ઉપદેશામૃતનું પાન કરવા પૂર્વક પ્રયત્નશીલ બનવું. તે જ સમત્વ આવીને નિવાસ કરે. સમત્વ આવ્યા પછી, શિવ સુખને પામવાને લાગ મળે છે. માટે શિવસુખ એટલે અનંતસુખ, તેને કોઈ પણ કાળે વિગ થાય નહિ. તેમજ જન્મ, જરા, મરણના સંકટ ટળે. આધિ, વ્યાધિ તથા વિડંબનાને આવવાને અવકાશ મળે નહિ. આવા શિવસુખના લાભ. ક્યારે મળે છે, જ્યારે પાંચ ઈન્દ્રિયના વીસ વિષે અને તેના બસો બાવન વિકાને ત્યાગ કરે ત્યારે જ. ત્યાગ કરવાની મનુષ્યમાં તાકાત છે. પણ, વિલાસેએ તે શક્તિને દબાવી છે. તે દબાણને દૂર કરે ત્યારે સમતાની સાથે શિવસુખના લ્હાવા મળે. અન્યથા તે સંસારમાં અથડાવાનું તે છે જ. શિવ સુખને પ્રાપ્ત કરવું તે તમારા હાથમાં છે. અને સાંસારિક સુખને મેળવવું તે પણ તમારા હાથમાં છે. જેવી ઈચ્છા હોય તે મુજબ પ્રયાસ કરે. કેદરા વાવશે તે કેદરા મળશે, ઘઉં વાવશે તે ઘઉં. પરંતુ કેદરા વાવીને ઘઉં કદાપિ મેળવી શકશે નહિ.
For Private And Personal Use Only