________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે જિતશત્રુ રાજાને પાછી રાજ્યગાદી મળી, ત્યાર પછી વિષય વિલાસના રાગને ત્યાગ કરી, ધાર્મિક વૃત્તિ વડે રાજ્ય ચલાવે છે. પ્રજાઓને પણ સંતોષ થએલ છે. પિતે પણ સંતોષી બની, આનંદને અનુભવ લીધા કરે છે. નગરમાંથી સાત વ્યસનોને દૂર કરાવી, આત્માની પણ તાકાતને વધારે છે. તેવામાં પિલી જે રાણી હતી તે, પાંગળાને ખભે બેસાડી, આ નગરમાં આવી. સતીત્વને આડંબર દર્શાવે છે. અને કોઈ પુછે ત્યારે કહે છે કે, મારા પિતાએ આ પતિ સાથે પરણાવી. ભલે પતિ પાંગળા છે. પણ, તેને ત્યાગ કરી શકાય નહિ. તેમ કરવામાં વિશ્વાસઘાત કર્યો કહેવાય. સતી નારીને આ ધર્મ છે જ નહિ. તેથી ખભા ઉપર બેસાડી, ગામેગામ ભ્રમણ કરતાં આ શહેરમાં આવી છું. આ શહેરની પ્રજા તેની પ્રશંસા કરે છે કે, આવી સ્ત્રી કેઈક વિરલ હોય છે. ધન્ય છે આ સતી સ્ત્રીને કે, દુઃખી દશામાં ખભે લઈ પોતાના પતિની સાર સંભાળ રાખે છે. આવી પ્રશંસા સાંભળી, નૃપે પણ તેણીને બોલાવીને પુછયું. તેણીએ પણ રાજાને બરોબર ઓળખ્યા વિના, સતીત્વને ડોળ કરી, પિતાની સ્થિતિને દર્શાવી. જિતશત્રુએ બરાબર ઓળખી લીધી. એક કટાક્ષમાં કહ્યું કે, વાહ રે વાહ તારૂ સતીપણું? જંગલમાં તૃષા લાગવાથી સાચા પતિના હાથનું લેહી પીધું, ભૂખ લાગવાથી સાથળને કાપી જેણે તારી ભૂખ મટાડી, અને ઘરમાં એકલા ગમતું ન હોવાથી જેણે પાંગળાને પાસે રાખ્યો. છતાં. તેના
For Private And Personal Use Only