________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન-ધ્યાનાદિકમાં જીવન વ્યતીત કર્યું" હાત. તથા રાજ્યની સારવાર કરી હાત તે આવી દશા ઉપસ્થિત થાત નહિ. પટ્ટરાણીમાં પ્રીતિ રાખી, વિશ્વાસ ધારણ કર્યાં. પરંતુ તેણીએ દગા દીધા. અને ગગા નદીમાં ધક્કો મારીને પેલા પાંગળા સાથે રાગી બની ચાલી નીકળી અરે રાગ ! તે તે કારમી કતલ કરી. રાજ્યથી પણ ભ્રષ્ટ કર્યાં. હવે ચેત્યો છુ. અને વિલાસેામાં જ વિનાશ સમાએલ છે તે જાણ્યું. હવે તે ખાકી રહેલ જીવન, પાપકાર વિગેરે ધાર્મિક ક્રિયામાં વીતાવુ'. તાજ, કલ્યાણ સાધી શકાય. આમ કરતાં. વૈરાગ્ય વાસિત અની, એક સારા શહેરની ભાગાળે પીપળાના વૃક્ષ નીચે બેઠેલ છે. તેવામાં આ નગરના રાજા, પુત્ર વિનાના મરણ પામેલ હોવાથી, રાજ્ય માટે પીત્રાઇએ. અગડા કરીને લડાઈ કરે નહિ તે માટે પદ્મહસ્તિની શુંઢમાં પાણી ભરેલો કળશ આપ્યા છે. અંબાડીમાં છત્ર, ચામર વિગેરે સ્થાપન કર્યો છે. અને જાહેર કર્યું કે, આ જયમંગલ હાથી જેના ઉપર કળશના અભિષેક કરે તેને રાજ્યગાદી ઉપર આરૂઢ કરવો. આમ સર્વેની સલાહ લઈ શહેરમાં ફેરવે છે. પણ, કૈાઈના ઉપર આ હાથી કળશદ્વારા અભિષેક કરતા નથી. સઘળાં સગાં-વહાલાં નિરાશ બન્યાં છે. તેટલામાં શહેરની બહાર, આ નૃપ બેઠેલ છે ત્યાં આવીને, તેના ઉપર અભિષેક કર્યો. છત્ર, ચામર ધારણ થયાં. મત્રીઓએ તથા સ્વજનવર્ગ તેમજ પ્રજાએ વધાવી લઈ, નગરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવી, રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો.
.
For Private And Personal Use Only