________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાંખ્યો. નૌકામાં રહેલા માણસો આગળ વિવિધ વિલાપ કરવા લાગી. છેવટે, નદી ઉતરી, પાંગળાને ખભા ઉપર બેસાડી, કેઈ એક શહેરમાં આવી. આ ફૂલ સંગીતકાર જનસમુદાયને ખુશ કરે છે જે મળે તેનાથી મોજ મજા કરે છે. અને રાણી લકે આગળ કહે છે કે, મારા પિતાએ આની સાથે પરણાવી. તેથી આને ખભે બેસારીને પિટ ભરવા ખાતર પરિભ્રમણ કરું છું. શું આને ત્યાગ થાય, તેને ત્યાગ કરવો તે સતી નારીને ધર્મ નથી. સુખમાં કે દુઃખમાં સાથે રહેવું જોઈએ. જે કુલટા હોય તે, આવા પાંગળા પતિને ત્યાગ કરી અન્યત્ર જાય. અને આબરૂ ગુમાવી હાંસીપાત્ર બને. મારે તે પિતાએ પરણાવ્યો તે પ્રભુ સમાન છે. આ મુજબ સાંભળી, જનસમુદાય અધિક ખુશ થઈને, કઈ રૂપિયા આપે છે, કઈ સેના મહાર આપે છે. તેથી
આ બે જણાં અધિક આનંદપૂર્વક વિલાસ કરે છે. હવે રાજા નદીમાં પડ્યા પછી, તરતાં આવડતું હોવાથી, તથા એક પાટીયું હાથમાં આવેલ હોવાથી, નદીને પાર ગયે. જેમ સમક્તિરૂપી પાટીયાને પ્રાપ્ત કરીને, ધાર્મિક પુરૂષાર્થ કરી, માણસ, નદીરૂપી તૃષ્ણાને તરી જાય છે, તે પ્રમાણે નદીને તરી કોઈ એક સ્થલે બેસી વિચાર કરે છે કે, નામ તે જિતશત્રુ છે. એટલે જીતેલ શત્રુઓ જેણે. પણ, હું તો રાગ-દ્વેષ અને મહાદિવડે જીતાએલ છું. મારા નામને પણ સાર્થક કર્યું નહિ. વિષય વિલાસમાં આયુષ્યની સાથે
જ્યને વૃથા ગુમાવ્યું. જે વિલાસને ત્યાગ કરી. આત્મ
For Private And Personal Use Only