________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
બીસ્કુલ ગમતું નથી. માટે તમે મારી પાસે રહે. રાણ પાસે રહેવાનું પસંદ છે. પણ ધંધા વિના ભૂખે મરવું પડે તેથી, એક પાંગળા, લૂલા માણસને તેની પાસે રાખ્યો. આ રાખેલે પાંગળો છે. છતાં સંગીત રીતસર જાણત હોવાથી, દરરોજ વિવિધ ગાન કરી રાણીને ખુશ કરે છે. આમ સંગીત સાંભળવાથી તેના ઉપર અત્યંત રાગ થયા. અને રાજા ઉપરથી રાગ અલ્પ થયે. સંગીતકાર લુલ ઉપર અત્યંત રાગ થવાથી, વિચાર કરવા લાગી કે, રાજાને મારી નાંખી, આની સાથે રહેવું હશે તે આનંદપૂર્વક રહેવાશે. અને પેટ ભરાશે. કારણ, સંગીત જાણતા હોવાથી, ઘણા સંગીતરસિકો પૈસા આપશે. રાજાની પાસે રહેવાથી પેટ પૂર્ણ ભરાતું નથી. આમ વિચારી રાજાને મારી નાંખવા માટે લાગ જોઈ રહેલ છે. તેવામાં રાજાએ કહ્યું કે, આ ગામમાં, આપણા ત્રણ માણસનું પેટ ભરાય તેવો ધંધે ચાલતે નથી. માટે સારા શહેરમાં જઈએ. ત્યાં ધંધો મળશે, અને પિટ ભરાશે. આ મુજબ સાંભળી, ત્રણેય આ ગામમાંથી નીકળી મોટા શહેર તરફ ગમન કરી રહેલ છે. તેવામાં ગંભીર અને ઉંડા પાણીવાળી નદી આવી. તેથી નૌકામાં બેઠા. બેઠા પછી રાણીએ રાજાને મારી નાંખવા ઘાટ ઘડ્યો. અને કહેવા લાગી કે, હે સ્વામી? આ નદીમાં કેટલું બધું પાણી છે. અને મગરમચ્છ કેવા મકરકૂદ કરી મહાલી રહ્યા છે. તે જોવા માટે રાજા નૌકામાંથી ઉભે થઈને જુવે છે. તેવામાં તેણીએ પાછળ ધકકો મારી નદીમાં
For Private And Personal Use Only