________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
ખાડા-ટેકરાઓ આવતાં, નીચે ઉતરવું તથા ઉપર ચઢવું પડે છે. માર્ગે પડેલા કાંકરા અને કાંટાઓ પણ, ઘણી વખત વાગે છે. આ દુખ તથા સંકટ સહી શકાતું નથી. તેથી ફરતા વધારે સંતાપ, કર્યા કરે છે. અને મનમાં વિચારે છે કે, વિષય વિલાસામાં મગ્ન બનવાથી આવી દશા ઉપસ્થિત થઈ છે. વિષય વિલાસો જ વિનાશને આમંત્રણ આપે છે. હવે પછી તેમાં આસક્ત બનવું નહિ. હે આત્મન્ ! હવે સહન કરી લે. વલોપાત કરવાથી કાંઈ વળે. એમ નથી. સુકુમારિકા તે, એક ગાઉ ચાલતાં થાક લાગવાથી બેસી જાય છે. અને વિવિધ ચિન્તા કરે છે. તેવામાં તાપની ગરમીથી ઘણી તરસ લાગવાથી, નૃપની પાસે પાણીની માગણી કરે છે. પાણી માટે નૃપે સર્વ સ્થલે સારી રીતે શધ કરી પણ, પા પ્રાપ્ત થયું નહિ. પાણું વિના રાણીની પાસે જઈશ તે તે મૂચ્છ પામશે. આમ વિચારી તેણે છરી વડે હાથની નસ કાપી. નિકળેલા લેહી વડે પત્રને પડી ભરીને, તેણીની પાસે જઈને કહ્યું કે, આંખે મીચીને પી જા. “રાગને લઈને માણસે શું શું નથી કરતા” વળી આગળ જતાં ભૂખ લાગી. ત્યારે વગડામાં ફળાદિક નહિ મળવાથી સાથળ કાપી માંસ ખવરાવ્યું. આમ કરતાં કોઈ એક ગામમાં ગયા. રાજા આજીવિકા માટે મનગમતા ધ કરવા લાગ્યું. જ્યારે રાજા ધંધા માટે બહાર જાય છે ત્યારે રાણી એકલી મકાનમાં રહેલી મુંઝાય છે. અને ચિન્તા કર્યા કરે છે કે, મને એકલા રહેવું ૧૨
For Private And Personal Use Only