________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
પ્રેમ રસાયણને ખપ કરશે નહિ તે, ગમે તેવું શક્તિવર્ધક, દુન્યવી રસાયણ લેશે તે પણ, આનંદપૂર્વક જીવન વિતાવશે નહિ. ભલે મહાસત્તાધારી ચકવર્તી હોય કે, મોટી વિદ્યાવાળે હોય, તે પણ, કલેશ, કંકાસ, યુદ્ધાદિ કરી, દુર્ગતિના ભાજન બને છે. “બ્રહ્મદત્ત ચકીએ બ્રાહ્મણોનું વૈર લેવા માટે તેમની આંખો ફડાવી, ડેળાઓ એકઠા કરી, પીસવા લાગે. છતાં, વૈર વળ્યું નહિ. અને વૈરને બદલે લેતાં, સાતમી નરકે જવું પડયું. તથા સુભૂમચક્રવર્તીએ, ક્ષત્રિયોને મારી, તેમની દાઢાઓ એકઠી કરનાર પરશુરામને હા, તોપણ, વિર વળ્યું નહિ. પણ વૈરમાં વધારે કરી દુર્ગતિના પાત્ર બન્યા. માટે કોઈના ઉપર વૈર વિરોધાદિ રાખે તે પણ, આત્મવંચના તથા ઘાત છે. તથા રાગી ઉપર રાગ પણ રાખવો નહિ. કારણ કે, રાગમાં આગ સમાએલ છે. રાગ રાખવો અગર કરવો હોય તે, આત્મિક ગુણ-સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઉપર રાખવો, કારણ કે તેમના ઉપર રાગ રાખવાથી વૈરાગ્ય-સંવેગ અને પ્રમાદિક આવીને હાજર થાય છે. સત્ય વિરાગ અને સવેગ વિગેરે તે તે સાંસારિક રાગને દૂર કરવાનો સાચો ઉપાય છે. કે જેથી, આગ ઉત્પન્ન થાય નહિ. અને ધાર્મિક ક્રિયાઓ દ્વારા બંધાએલ પુણ્યનું રક્ષણ થાય. તેમજ આ આત્મિક શક્તિને વિકાસ થાય; “રાગમાંથી જ ઠેષ ઉત્પન્ન થાય છે. અને શ્રેષથી કષાય ક્રોધાદિક ઉત્પન્ન થઈ, આત્મિ શક્તિને તથા પુણ્યને ઘાત કરી, પાપને વધારી મુકે છે. પાના ઉદય
For Private And Personal Use Only