________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈષ્ટ, પ્રિય વસ્તુઓને વિગ થાય છે. ત્યારે જ્ઞાનાભાવે રૂદન કરવામાં ખામી રાખતા નથી. એક માણસે પિતાના પુત્રને કરજ કરીને દુન્યવી કેળવણમાં કુશળ કરાવ્યું. તથા ઘણા પૈસાઓને વ્યય કરવા પૂર્વક પરણાવ્યું, પણ પરણ્યા પછી કેવી રીતે વર્તન કરવું અને શરીરની તાકાત નષ્ટ થાય નહિ તે મુજબ રહેવું તે બરોબર - શીખે નહિ. રીતસર બ્રહ્મચર્યનું પાલન નહિ કરવાથી અને વિષય વિલાસમાં આસક્ત બનવાથી, તાકાત ઓછી થવા લાગી. વ્યાધિઓ લાગુ પડી. કાસ–શ્વાસાદિ લાગુ પડવા પૂર્વક ક્ષયરોગ હાજર થયે. રોગને નષ્ટ કરવા ઘણું પિસા ખરચી, દવાઓ કરાવી. પણ આ રોગ ગયે નહિ. અંતે મરણ પામે. તેથી તેના માત-પિતા તથા પત્ની વિગેરે વિવિધ વિલાપ કરીને રડવા લાગ્યા. આ મુજબ બનાવો બનતા હોવાથી બહુ માણસો રડે છે. કલ્પાંત કરે છે. છતાં તે વહાલાઓ પાછા મળતા નથી. અત એવ સદ્દગુરૂ કહે છે કે, નાચવાનું અને રડવાનું મુકી દઈ આત્મધ્યાનમાં સદા મગ્ન રહેવું. નહિ રહો તે સાંસારિક લહાવો લેવા ખાતર કોઈ વખતે યુદ્ધ કરશે.. ઘણાય રાજા-મહારાજાઓ, સંતેષના અભાવે યુદ્ધ કરે છે અને કરશે. અને શક્તિ અને સાધનામાં વધારે કરતા, સાધન વિનાના રાજાઓ સાથે લડાઈ કરી તેઓને પરાધીન બનાવે છે. અને બનાવશે. એટલું જ નહિ પણ દાસની માફક હલકી સ્થિતિમાં મૂકે છે અને મૂકશે. છતાં તેઓને સંતોષ થતો નથી અને પ્રજા ઉપર કારમો કર મુકી મહાલતા ફરે છે. પરંતુ તેઓને
For Private And Personal Use Only