________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮ અગર તારી મરજી મુજબ વો લાવવામાં આવશે. તેમજ સોનાના, મોતીના, અરે રત્નના દાગીના લાવીને પહેરાવીશું. હાલમાં શાંત બનવામાં આનંદ છે. સામું બેલવામાં, તકરાર કરવામાં તે દ્વેષ અને ક્રોધના વિકારે જન્મે છે. આ પ્રમાણે સાંભળી સ્ત્રીએ કહ્યું. ગમે તેમ કરી હાલ ને હાલ જ લાવે. મારે ઘરળ અને ઘરેણાં પહેરવાની ઈચ્છા છે. તારી ઈચ્છા ગમે તેવી હેય પણ, “વસુ વિનાના નર પશુ સમાન છે”શું ચોરી કરવા જાઉં ? માટે હાલમાં શાંતિમાં રહેવાની જરૂર છે પણ, બાઈ સાહેબ શેના માને ? એટલે દરરોજ દરેક બાબતમાં કલહ, કજીએ તે. હવે ભાઈસાહેબ પસ્તાવો કરે છે કે, લગ્ન ક્યાં કર્યું? આના કરતાં તે કુંવારાપણામાં કુશળતા હતી. લહેરમાં જીવન પસાર થતું. આ મુજબ પસ્તાવો કરતાં, તે ભાઈને સમ્યગ્ર જ્ઞાની શિખામણ આપે છે કે ભલેને તારી મારી બૂમો પાડે, અગર મેણા મારે, તે પણ તારે મૌન ધારણ કરવું. સામે બોલવું નહિ. તે બોલી બેલીને થાકશે. તું કાંઈક બાનું કાઢી છેડા દિવસે બહારગામ જા. તેથી પિતાની મેળે શાંત થશે. તારે કહેવું પડશે નહિ. પણ ભાઈસાહેબ શેના માટે ? ભાઈને બાઈ વિના ચાલે નહિ, અને બાઈને ધણી વિના ચાલે નહિ.
જ્યારે કંટાળો આવે ત્યારે કપાળ કુટે. આવા માણસેને સગુરૂ કહે છે કે, આત્મધ્યાનમાં રહીને કેઈને કાંઈ કહે નહિ. બેલનારા બેલાબેલી કરીને થાકશે. અને તારે પસ્તા કે વલેપાત કરવાનો વખત આવશે નહિ. ચિત્ત દઈને
For Private And Personal Use Only